ગોંડલ નવા માર્કેટ યાર્ડમાં વૈભવ કોટન નામની દુકાનમાંથી જુગાર રમતા 5 નબીરાને રૂપિયા 10 લાખના મુદામાલ સાથે ઝડપાયા.

Loading

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ PC પ્રકાશભાઈ પરમારને મળેલ બાતમીના આધારે દરોડો.

રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચે રોકડ રૂ ૯ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો….

પ્રાપ્ત વિગત મુજબ, ગોંડલ નવા માર્કેટીંગ યાર્ડ માં આવેલ વૈભવ કોટન નામની દુકાનના માલીક વિજયભાઇ ભીખાભાઇ વોરા રહે. ગોંડલ વાળો બહારથી માણસો બોલાવી તેને પાણી/ લાઇટ તથા જુગારને લગતી તમામ સવલતો પુરી પાડી નાલ ઉઘરાવી ગંજીપાનાના પતા વડે નશીબ આધારીત હારજીતનો જુગાર રમી રમાતા. કુલ ૫ ઇસમોને કુલ રૂ. ૧૦,૧૯,૫૦૦/- ના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

પકડાયેલ આરોપી નું નામ (૧) વિજયભાઇ ભીખાભાઇ વોરા રહે. ગોંડલ માલવીયાનગર જેતપુર રોડ (૨) ગીરીશભાઇ દામજીભાઇ ગોંડલીયા રહે. ગોંડલ ગુંદાળા ફાટક (૩) શૈલેષભાઇ વલ્લભભાઇ વાછાણી રહે. ગોંડલ ગુંદાળા રોડ (૪) વીપુલભાઇ વિઠ્ઠલભાઇ વીસાવેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડ (૫) શૈલેષભાઇળ મનજીભાઇ રૂપારેલીયા રહે. ગોંડલ ગુંદાળા રોડ

રોકડા રૂપિયા – ૯,૭૪,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ- ૫ કી.રૂ. ૪૫,૫૦૦/-મળી કુલ રૂપિયા ૧૦,૧૯,૫૦૦/- નો મુદ્દામાલ જપ્ત  કરવામાં આવેલ હતો કામગીરી જોડાયેલ :- રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વિજય ઓડેદરા તથા PSI એસ.જે.રાણા ASI મહેશભાઇ જાની, અનીલભાઇ ગુજરાતી, શકતિસિંહ જાડેજા, , રૂપકભાઇ બોહરા ,તથા પો.કોન્સ પ્રહલાદસીંહ રાઠોડ, રહીમભાઇ દલ, પ્રકાશભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, ઘનશ્યામસીંહ જાડેજા,તથા ડ્રા. એ.એસ.આઇ. અમુભાઇ વીરડા , ડ્રા.પો.કોન્સ. સાહીલભાઇ ખોખર સહિતના જોડાયા હતા.

error: Content is protected !!