શિવરાજગઢ ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન : આજુબાજુ ના ગામોએ મોટી સંખ્યામાં લાભ લીધો.

તાજેતરમા શિવરાજગઢ મુકામે રાજ ફાર્મ ખાતે પાન ફાઉન્ડેશન દ્વારા સર્વરોગ નિઃશુલ્ક નિદાન કેમ્પનું સુપેરે આયોજન કરવામાં આવેલ જેમાં શિવરાજગઢ ઉપરાંત દેવચડી, બાંદરા, માંડણકુંડલા, કરમાળકોટડા વગેરે ગામના 250 થી વધુ ગ્રામજનોએ લાભ લીધેલો. આ પ્રસંગે 73 વિધાનસભા ના લોકલાડીલા ભાજપ યુવા અગ્રણી જ્યોતિરાદિત્યસિંહ જાડેજા (ગણેશભાઈ), ગોંડલ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ તેમની ટીમ, ગોંડલ નાગરિક સહકારી બેંક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, કિસાન મોરચા પૂર્વ પ્રમુખ હિતેષભાઇ શીંગાળા, શહેર ભાજપ ઉપપ્રમુખ રમેશભાઈ મહેતા, નગરપાલિકા સદસ્ય મનીષભાઈ રૈયાણી તથા નિલેશભાઈ પરમાર, રોટરી ક્લબ જીતુભાઈ માંડલીક, ભગવત ભુમી પત્રકાર પૃથ્વીસિંહ જાડેજા, રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટ મુર્તુઝાભાઈ ઘીવાલા, સરપદળ આરોગ્ય કેન્દ્ર પેથોલોજીસ્ટ ફરીદાબેન, જાણીતા ધારાશાસ્ત્રી શિવલાલ ભંડેરી, યુવા ધારાશાસ્ત્રી નિરંજય ભંડેરી અને રવીરાજ ઠકરાર, ધારાશાસ્ત્રી અંબાગૌરી ભંડેરી, ધારાશાસ્ત્રી પ્રજ્ઞાબેન ભંડેરી, જન સેવા ટ્રસ્ટના બંટીભાઈ ભુવા, માજી સૈનિક મંડળના પ્રમુખ અનૌપસિંહ ચુડાસમા અને હરેશભાઈ ઘોણીયા, યુનિટી કલાસીસ ના ભાવિનભાઈ જોબનપુત્રા તથા રાજભાઈ રૂપારેલ વિગેરે મહાનુભાવો એ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારેલ. શિવરાજગઢ સરપંચ વજુભાઇ, ઉપસરપંચ નરેન્દ્રસિંહ, અરવિંદભાઈ પોંકીયા, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ડી.કે. વોરા, દેવચડી ગામ સરપંચ મનીષભાઈ, બાંદરા ઉપસરપંચ દિનેશભાઇ, કરમાળકોટડા સરપંચ પ્રકાશભાઈ તેમજ શિવરાજગઢના હરેશભાઈ, દિનેશભાઈ તથા તેમની ટીમ દ્વારા ખાસ જેહમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આમંત્રિત મહેમાનો દ્વારા આબેદીન હિરાણી તેમજ મુર્તુઝાભાઈ ઘીવાલા ને તેમના દાદા સ્વ. તાહેરભાઈ અકબરઅલી હિરાણીના સ્મરણાર્થે એચ. બી. વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટ તેમજ એસ. જી. હોસ્પિટલના સહયોગથી આ કાર્યક્રમ કરવા બદલ બિરદાવેલ.

આ તકે પાન ફાઉન્ડેશન તથા એચ.બી.વી. ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટના સમગ્ર ટ્રસ્ટી મંડળે હાજર રહી શિવરાજગઢ ગામના યુવાનો કે જેમણે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવેલી તેમની સાથે રહીને આ કેમ્પમાં જેમનો સંપૂર્ણ સહયોગ રહ્યો તેવા ડો. સુલતાન ગૂંગા અને એસ. જી. હોસ્પિટલ ની સમગ્ર ટીમનું મોમેન્ટો દ્વારા સન્માન કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમ દરમ્યાન ગુંદાળા ગામની કુમારી મિત્તલ કુમારખાણીયાનુ રાષ્ટીય કક્ષાએ ક્રિકેટ ટીમમાં સિલેકશન થવા બદલ ગોંડલના જાણીતા ક્રિકેટ કોચ મયુરઘ્વજસિંહ સોલંકી સાથે પાન ફાઉન્ડેશનના ટ્રસ્ટી મંડળ સાથે શિવરાજગઢ સરપંચ વજુભાઇ, નરેન્દ્રસિંહ, અરવિંદભાઈ પોંકીયા તેમજ અન્ય અગ્રણીઓ દ્વારા સ્મૃતિ ચિન્હ આપી સન્માનિત કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમા દાઊદી બોહરા સમાજ ગોંડલ ના આમીલ સાહેબ મુર્તુઝા સાહેબે સહ પરિવાર તેમજ મુલ્લા ફખરુદ્દીન, મુલ્લા અબ્બાસભાઈ તેમજ અન્ય દાઊદી બોહરા અગ્રણીઓએ ખાસ મુલાકાત લીધેલી તેમજ સંતો મહંતોની હાજરીથી કાર્યક્રમ દીપી ઉઠેલ જેમાં ખાખી મઢીના મહંત રામદાસબાપુ તથા ભોજવદર હનુમાનજી મંદિરના મહંત પ્રકાશભારતી બાપુ ના આશીર્વાદ વિશેષ રહ્યા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પાન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પ્રકાશભાઈ ઠકરાર, નલીનભાઇ જડિયા તથા એચ.બી.વી.ઠકરાર મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી રવિરાજભાઈ ઠકરાર દ્વારા કરવામાં આવેલ.

error: Content is protected !!