ગોંડલમાં આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ માટેની સમયમર્યાદામાં ૩૦ જુન સુધીનો વધારો.

 ગોંડલ આઇ.ટી.આઇ. ખાતે પ્રવેશ મેળવવા માટેની સમયમર્યાદામાં વધારો કરવામાં આવતા હવે ઉમેદવારોએ તા. ૩૦ જૂન સુધીમાં પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે. આઈ.ટી.આઈ, ગોંડલ ખાતે ભરતીસત્ર-૨૦૨૨માં પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે રસ ધરાવતા ઉમેદવારોએ તા. ૩૦/૦૬/૨૦૨૨ સુધી https://itiadmission.gujarat.gov.in/ વેબસાઇટ પર તેમજ સંસ્થા ખાતે રૂબરૂ પણ ઓનલાઇન ફોર્મ ભરી શકાશે.

વધુ જાણકારી માટે આચાર્યશ્રી, શ્રી એમ.બી.આઇ.ટી.આઇ, નેશનલ હાઇવે ૨૭, ૬૬ કે.વી. સબસ્ટેશનની બાજુમાં, ગોંડલ ખાતે રૂબરૂ તેમજ ફોન નં. ૦૨૮૨૫ – ૨૪૦૩૨૨ પર સંપર્ક કરી શકાશે. તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ગોંડલની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!