સરકાર ની સરમુખત્યારશાહી વલણને લઈને ગોંડલ કોંગ્રેસ શહેર દ્વારા ડેપ્યુટી. કલેક્ટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

ગોંડલ શહેર કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકારની પ્રજા વિરોધી નિતી અને સરમુખત્યારશાહી વલણને લીધે પ્રજા ત્રસ્ત બનેલી છે પ્રજા વિજળી , મોંઘવારી , બેરોજગારી સહિત અનેક સમસ્યાઓથી ઘેરાયેલી છે . જયારે બીજી બાજુ નવયુવાનો માટે કેન્દ્ર સરકાર દ્રારા વગર વિચારે અને આયોજન વગર અગ્નિપથ યોજના જાહેર કરેલ છે ,

જે લાંબા સમયથી ચાલી રહેલી પરંપરાગત પધ્ધતિને બાજુએ મુકીને અને સૈનિકોના મજબુત મનોબળને નિર્બળ બનાવવાની દિશા તરફનું પગલું છે .

જેના કારણે દેશભરના નવયુવાનો જેઓ લશ્કરમાં જોડાવવા માંગતા હોય તેઓ આ યોજનાનો વિરોધ કરી રહયા છે

ત્યારે હંમેશની જેમ સત્ય અને પ્રજાને પડખે રહેવાની નિતી અને વલણ ધરાવતો કોંગ્રેસ પક્ષ આવા સરકારના જવિરોધી નવયુવાનો વિરોધી નિર્ણય સામે પ્રજાનો અવાજ બુલંદ કરે છે આ તકે કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષભાઈ  કુંજડીયા,યતિષભાઈ દેસાઈ,જે.કે પારઘી, રાજુભાઇ તન્ના,દિનેશભાઇ પાતર,બાપાલાલ,નૈમિશ પટેલ,રુષભરાજ,વગેરે કોંગ્રેસી આગેવાનો જોડાયા હતા.

error: Content is protected !!