વિરપુર પો.સ્ટે.ના રબારીકા ગામમાંથી જુગાર રમતા ૮ પત્તા પ્રેમીઓ ઝડપાયા.
રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ HC શક્તિસિંહ જાડેજા કૌશિકભાઈ જોષીને મળેલ બાતમીના આધારે દરોડો:કુલ રૂ.૩,૨૭,૫૦૦/- નો મુદામાલ જપ્ત.
રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ રાજકોટ રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા ના સીધા માર્ગદર્શન હેઠળ PSI એસ.જે.રાણા નીરાહબરી હેઠળ પો.હેડ.કોન્સ શક્તિસિંહ જાડેજા તથા પો.કોન્સ કૌશીકભાઇ જોષી ને મળેલ હકીકત આધારે વિરપુર પો.સ્ટે.ના રબારીકા ગામે રેઇડ કરી આઠ ઇસમોને કુલ રૂ ૩,૨૭,૫૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.
અટક કરેલ આરોપીઓ(૧) સુરેશભાઈ જગુભાઈ વાંક રહે. રબારીકા ગામ તા. જેતપુર જી. રાજકોટ (૨) પ્રતાપભાઈ ભગુભાઈ માંકડ રહે, ઢાંક ગામ ચાંદની ચોક તા. ઉપલેટા જી. રાજકોટ (૩) દીલીપભાઈ મેરામભાઈ વાંક રહે. બલીયાવડ ગામ તા. જી. જુનાગઢ (૪) ચંપુભાઇ ઓઢભાઇ વાળા રહે. ગોપાલગ્રામ તા. ધારી જી. અમરેલી (૫) સંજયભાઇ હરસુરભાઇ માંકડ રહે. ઢાંક તા. ઉપલેટા જી. રાજકોટ (૬) ચાંપરાજભાઈ જીવાભાઈ લાલુ રહે. રબારીકા ગામ તા. જેતપુર જી. રાજકોટ (૭) અરજણ ઉર્ફ બાધુ મુનાભાઈ ચાવડા રહે. મોટી પાનેલી તા. ઉપલેટા (૮) રામભાઈ મગનભાઈ મકવાણા રહે. ઢાંક ગામ તા, ઉપલેટા જી. રાજકોટ
રોકડ રૂ. ૯૬,૫૦૦/- તથા મોબાઇલ ફોન નંગ -૮ કી રૂ. ૩૧૦૦૦/- તથા ઇકો કાર કી રૂ. ૨,૦૦,૦૦૦/- કુલ રૂ. ૩,૨૭,૫૦૦/-નો મુદ્દામાલ કબ્જે….
કામગીરી :- રૂરલ ક્રાઈમ બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા, PSI એસ.જે.રાણા, HC શક્તિસિંહ જાડેજા, નીલેશભાઇ ડાંગર, રૂપકભાઇ બોહરા તથા પો કોન્સ પ્રહલાદસિંહ રાઠોડ, દીવ્યેશભાઇ સુવા, કૌશીકભાઇ જોષી,ભાવેશભાઇ મકવાણા સહિતના જોડાયા હતા.