ગોંડલ ના સુલતાનપુર ની સેવાકીય સંસ્થા “વિરા ગ્રુપ ” ને ઇન્દોર (મધ્ય પ્રદેશ ) ખાતે રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 થી સન્માનિત કરવામાં આવ્યા.
તા. 26 જૂન ના રોજ ઇન્દોર ખાતે વિશ્વ ગુરુ ભારત નેશનલ કોન્ફરન્સ તથા રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ 2022 નું હોટલ મેરિયટ ઇન્દોર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ મા સમગ્ર ભારત માંથી જુદી જુદી સેવાકીય સંસ્થા ઓ એ ભાગ લીધો હતો આવી તમામ સંસ્થા ઓના લોકો પોતાની ફિલ્ડ મા માહિર હોઈ તેવી સંસ્થા ને રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ મા ગોંડલ ના સુલતાનપુર ની સેવાકીય સંસ્થા વિરા ગ્રુપ ના સભ્યો ને તેમની સેવાકીય કાર્ય માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા જેમાં વિરા ગ્રુપ ને ઇન્ડિયા ટોપ સોશ્યિલ વર્ક માટે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ મા ઇન્દોર ના પ્રેસિડેન્ટ તથા ફિલ્મ સ્ટારો ને જુદા જુદા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
વિરા ગ્રુપ છેલ્લા પાંચ વર્ષ થી પક્ષીબચાવો અભિયાન ચલાવી રહ્યું છે અત્યાર સુધીમાં 23000 થી વધુ પક્ષી ઘર નું ફ્રી મા વિતરણ પણ કરેલ છે વિરા ગ્રુપ ના આ કાર્ય ની નોંધ લઈને તેમને રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા
આ કાર્યક્રમ મા વિરાગ્રૂપ સુલતાનપુર ના મેમ્બરો ખાસ ઇન્દોર આ કાર્યક્રમ મા ઉપસ્થિત રહયા હતા તેમજ આ એવોર્ડ મળવા બદલ વિરાગ્રૂપ દ્વારા રાષ્ટ્રીય પ્રેરણા એવોર્ડ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો વિરાગ્રૂપ ની આ સિદ્ધિ બદલ સુલતાનપુર ગામ મા હર્ષ ની લાગણી જોવા મળી હતી.
અહેવાલ -કમલેશ રાવરાણી. સુલતાનપુર