જસદણ માંથી ચોરી થઈ ગયેલ મોટર સાયકલ સાથે એક ઇસમ ને પકડી પાડતી ગોંડલ સીટી પોલીસ.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તથા નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ પી. એ. ઝાલા તરફ થી મીલકત સંબંધીત ગુન્હાઓ બનતા અટકાવવા તથા મીલ્કત સંબંધીત બનેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે સુચના તથા જરૂરી માર્ગદર્શન અન્વયે જસદણ પો.સ્ટે. વીસ્તારમાંથી થયેલ મોટરસાઇકલ ચોરાઇગયેલ હોય જે કોઇ અજાણ્યા ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય તે વીગતેના ગુન્હો જસદણ પો.સ્ટે. મા ગુ.ર.નં. ૧૧૨૧૩૦૨૧૨૨૦૩૮/૨૦૨૨ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબના નોંધાયેલ હોય જે શોધી કાઢવા માટે ઇન્સા.પો.ઇન્સ. વી.કે.ગોલવેલકર તરફ થી સુચના થતા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગ મા હતો ને દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસો પો.હેડ.કોન્સ. કુલદીપસિંહ રાઠોડ તથા જયદીપસિંહ ચૈાહાણ નાઓ ને સંયુકતમા ઉપરોકત ગુન્હામા ગયેલ મો.સા. ગોંડલ ગુદાળા ચોકડી સોમનાથ હોટેલ પાસેથી પકડી જસદણ પો.સ્ટે.માથી ચોરાયેલ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોસા ના આગળ પાછળ રજી નં.જોતા GJ-03-A.H.0010 તથા ચેસીસ નંબર 03A20F44243 હોય તેમજ એંન્જીન નંબર 03A18E100A18E0810 મો.સા. કી.રૂ. ૧૫,૦૦૦/- ના કબજે કરવામા આવેલ તેમજ આરોપીને CRPC ક. ૪૧(૧)ડી મુજબ આજરોજ તા. ૨૪/૦૬/૨૦૧૨૨ ના રોજ ક. ૧૩/૩૦ વાગ્યે અટક કરી જસદણ પોલીસને સોંપવાની તજવીજ કરવામા આવી.
પકડાયેલ આરોપી તરીકે ધનસુખભાઇ ઉર્ફે કાલી કાન્તીભાઇ વાઘેલા રહે ભેસાણ તા.ભેસાણ જી જુનાગઢ કબ્જે કરેલ મુદામાલમાં(૧) જોતા હીરો હોન્ડા સ્પ્લેન્ડર જેના રજી નં. GJ-03-A.H.0010 તથા ચેસીસ નંબર 03A20F44243 હોય તેમજ એંન્જીન નંબર 03A18E100A18E0810 વાળુ કી.રૂ. ૧૫,૦૦૦/-કામગીરી કરનાર ટીમ માં ઇન્સા.પો.ઇન્સ. વી.કે.ગોલવેલકર તથા પો.હેડ.કોન્સ.જયદિપસિંહ ચૌહાણ તથા કુલદીપસિંહ રાઠોડ તથા PC શક્તિસિંહ જાડેજા તથા અમરદીપસિંહ જાડેજા તથા શ્રી જયંતીભાઇ સોલંકી તથા શ્રી યુવરાજસિંહ ગોહીલ તથા મહીલા પો.કોન્સ. તુલજાબેન ગોંડલીયા સહિત નાં જોડાયા હતા.