મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવમાં ભાગ લઇ બાળકો સાથે તિથિ ભોજન કર્યુ.
શ્રમ અને રોજગાર મંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાએ પડધરી તાલુકાના ખાખડબેલા ગામે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવમાં ભાગ લીધો હતો.
જેમાં ૧૧ બાળકોને ધો.૧માં પ્રવેશ અપાયો હતો. મહાનુભાવો દ્વારા શૈક્ષણિક કિટનું વિતરણ કરાયુ હતું. આ ઉપરાંત મંત્રીશ્રીએ તિથિ ભોજન બાળકો સાથે લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. આ તકે અધિકારીઓ, પદાધિકારીઓ, આચાર્ય, શિક્ષકો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.