ગોંડલ કડીયા લાઈનમાં અજાણ્યા બે ઈસમોએ વૃધ્ધ સાથે અથડાઈને એટીએમ કાર્ડ બદલાવી નાણા ઉપાડી લીધા.

ગોંડલ શહેરમાં એટીએમ કાર્ડમાંથી નાણા ઉપાડી લેવાની ગઠીયાઓની એક અનોખી મોડસ ઓપરેટી સામે આવી છે.કડીયા લાઈનમાં એક વૃધ્ધ સાથે અથડાઈને એટીએમ કાર્ડ બદલાવીને બે ઈસમોએ બેંકમાંથી વૃધ્ધના નાણા ઉપાડી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

 


બનાવની વિગતો મુજબ ગોંડલ કડીયા લાઈનમાં આવેલ એસબીઆઈ એટીએમ પાસે હાથમાં એટીએમ કાર્ડ લઈને નાણા ઉપાડવા ઉભેલા ચંદ્રકાંતભાઈ જાદવજીભાઈ મકવાણા ઉ.વ.70 રહે પંચવટી સોસાયટી નામના વૃધ્ધ ઉભા હતા.તે દરમિયાન બે અજાણ્યા ગઠીયાઓ વૃધ્ધ સાથે અથડાયા હતા અને વૃધ્ધનુ એટીએમ કાર્ડ નીચે પડી જતા વૃધ્ધની નજર ચૂકવીને ગઠીયાઓએ વૃધ્ધનું એટીએમ કાર્ડ બદલાવી લીધું હતું બાદમાં વૃધ્ધને વિશ્ર્વાસમાં લઈને તેમના એકાઉન્ટમાંથી રૂપિયા 68490/-ઉપાડી લીધા હતા.જેમને લઈને વૃધ્ધે ગોંડલ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી વિશ્ર્વાસઘાતની જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધીને પીએસઆઇ વી.કે.ગોલવેલકરએ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!