ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી કલબ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરાઈ.

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ અને રોટરી ક્લબ ગોંડલ દ્વારા ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું.

ગોંડલ નેશનલ હાઈવે નવા માર્કેટિંગ યાર્ડ ગોંડલ ખાતે રાજકોટ જિલ્લા ટ્રાફિક પોલીસ તથા રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં બનતા વાહન અકસ્માત ટાળવા તથા ટ્રાફિક જાગૃતિ લાવવા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.

ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે પી.એ. ઝાલા ડીવાયએસપી ગોંડલ વિભાગની અધ્યક્ષતામાં ટ્રાફિક સપ્તાહ અંગેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમન બાબતે ડીવાયએસપી પી એ ઝાલા તથા જે.વી.શાહ રિટાયર્ડ ચીફ ઈન્ફોર્સમેન્ટ ઓફિસર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીનાઓએ વાહન અકસ્માત નિવારવા માર્ગદર્શન આપેલ તેમજ આશરે ૩૭૯ વ્યક્તિઓનું આંખોનું નિદાન કરવામાં આવેલ અને ૨૨૧ વ્યકિતઓ ને ચાશ્માં વિતરણ કરેલ હતા.જ્યારે ટ્રાફિક પીએસઆઇ બી એલ ઝાલા દ્વારા ટ્રાફિક નિયમન માર્ગદર્શિકા બુક તથા પત્રિકા વિતરણ કરવામાં આવેલ હતી.

 

error: Content is protected !!