રાજકોટ એઇમ્સના ડો. ઉત્સવ પારેખ ગોલ્ડ મેડલથી સન્માનિત.
એઇમ્સ ડીરેક્ટર પ્રો. ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચે રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી.
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સીઝ (AIIMS), રાજકોટ ખાતે ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજી વિભાગના ડો. ઉત્સવ નીતિનકુમાર પારેખને તેમની સ્પેશીયાલીટી ફોરેન્સિક મેડિસિન એન્ડ ટોક્સિકોલોજીમાં શ્રેષ્ઠ પરફોર્મન્સ બદલ નવી દિલ્હી ખાતે યોજાયેલ નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડીકલ સાયન્સીઝ (NBEMS) ના ૨૧મા દીક્ષાંત સમારોહમાં ડિપ્લોમેટ ઓફ નેશનલ બોર્ડ (DNB) ની ડિગ્રી એનાયત થવા સાથે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે જૂન ૨૦ સત્રમા એઈમ્સ, નવી દિલ્હી ખાતે આયોજિત નેશનલ લેવલની પરીક્ષામાં ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કર્યા હતા.
નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઈન મેડિકલ સાયન્સ (NBEMS) નો ૨૧મો દીક્ષાંત સમારોહ ૨૦મી જૂન, ૨૦૨૨ના રોજ ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી ડૉ મનસુખ માંડવિયા, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (MoHFW) ની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં યોજાયેલ આ કોન્વોકેશન માં ડો. ભારતી પ્રવિણ પવાર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી, આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ હતા તથા અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવોએ હાજરી આપી હતી.
AIIMS રાજકોટના ડીરેક્ટર, પ્રો. ડૉ. (કર્નલ) સી.ડી.એસ. કટોચએ રાષ્ટ્રીય કક્ષાની આ સિદ્ધિ બદલ શુભેચ્છાઓ વ્યક્ત કરી અને કહ્યું કે “આ ખરેખર અમારી સંસ્થા માટે ગર્વની વાત છે કે ડૉ. ઉત્સવ પારેખની રાષ્ટ્રીય કક્ષાના મેરિટોરીયસ સ્થાન માટે પસંદગી કરવામાં આવી છે અને તેમને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યો છે. તેઓ AIIMS રાજકોટ માં આવી વધુ સિધ્ધીઓ હાસલ કરતા રહે. તેમની કુશળતા પૂર્ણ સેવાઓ ચોક્કસપણે AIIMS રાજકોટના ઉદ્દેશ્યોને પરિપૂર્ણ કરવા માટે મદદરૂપ થશે.
226 thoughts on “રાજકોટ એઇમ્સના ડો. ઉત્સવ પારેખ ગોલ્ડ મેડલથી સન્માનિત.”
Comments are closed.