ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.
શ્રી આરો સ્કુલ ની ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમ બંને માધ્યમોના નાના-મોટા ધોરણના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓએ યોગા કરીને યોગાનું આપણા જીવનમાં શું મહત્વ છે. તેનું વિશેષ જ્ઞાન જાણીતા યોગ ટ્રેનર હેતલબેન પાસેથી મેળવ્યુ હતું. આ તકે શાળાના ચેરમેન શ્રી ઋષિસર વિરડીયા દ્વારા તમામ વિદ્યાર્થીઓ તથા વાલીઓને સત્કાર કરવામાં આવ્યા હતા.
તથા આ તકે સોનીસર દ્વારા પ્રાસગિક પ્રવચન આપવામાં આવ્યુ હતું તથા આ તકે શાળાના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ શિક્ષકગણ તથા ઉપસ્થિત આમંત્રિત તમામ લોકોનો શાળાના ચેરમેન શ્રી ઋષિસર દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો હતો. આ તકે યોગા કરતાં વિદ્યાર્થીઓની ઐતિહાસિક પળોની તસવીરો દશ્યમાન થાય છે.
213 thoughts on “ગોંડલ ની શ્રી ઓરો સ્કુલ દ્વારા ઇન્ટરનેશનલ યોગ દિવસ ની ભવ્યાતી ભવ્ય ઉજવણી ઓરો સ્કુલના ગ્રાઉન્ડમાં કરવામાં આવી.”
Comments are closed.