ગોંડલ જામવાડી GIDC માંથી બાળમજુરી કરતી બાળકીને છોડાવવામાં આવી.
ગોંડલના જામવાડી જીઆઈડીમાંથી બાળમજૂરી કરતી બાળકીને છોડાવીને સિંગદાણાના કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા બાળમજૂરી અંગે સ્પેશિયલ ડ્રાઈવ ગોઠવવામાં આવેલ જે અનુસંધાને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ શાખા દ્વારા ગોંડલ જામવાડી જીઆઈડીસીમાં આવેલ ખોડલ એન્ટરપ્રાઈઝ સીંગદાણા પેકેઝીંગ નામના કારખાનામાં એક તેર વર્ષની બાળકી બાળમજુરી કરતી મળી આવેલ હતી.જેમને પોલીસે પોતાના કબ્જામા લઈને રેસ્ક્યુ કરીને બાળમજૂરી કરતા છોડાવવામાં આવી હતી.અને તેમના વાલીવારસોને સોંપવામાં આવેલ હતી.આ સાથે જ AHTU દ્વારા કારખાનાના મેનેજર દિવ્યેશભાઈ જગદીશભાઈ કોટડીયા રહે.ભોજપરા શેરી નંબર 16/7 ગોંડલ વિરૂદ્ધ બાળમજૂરી અધિનિયમ તથા જુવેનાયલ જસ્ટિસ એક્ટ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.