ગોંડલ ઉમવાળા ચોકડી પાસે રહેણાંક મકાન માંથી દારૂ નો 109 બોટલ દારૂ મળી આવ્યો.
ગોંડલ પોલીસ ના જયદીપસિંહ, શક્તિસિંહ અને અમરદીપસિંહ ને મળેલ ખાનગી બાતમી ના આધારે રેઇડ કરતા ગોંડલ ઉમવાળા ચોકડી પાસે ખોડલદીપ હોટલ ની પાછળ આવેલ રહેણાંક મકાન માંથી 109 દારૂ ની બોટલ કુલ મુદામાલ 50 હજાર સાથે કૃણાલ વેકરિયા નામના શખ્સ ને પકડી પાડ્યો પકડાયેલ આરોપી ની વધુ પૂછપરછ કરતા નિલેશ ઉર્ફે કાલી પાસે થી દારૂ નો જથ્થો લઈ આવ્યો હતો નિલેશ ઉર્ફે કાલી ને ગોંડલ પોલીસે ગણતરી ની કલાકો માં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.