હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં સંગ્રહ કરેલ ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો બે ફરાર.
પોલીસની આ કાર્યવાહી માં રૂ. 26.200 નો મુદ્દામાલ ઝડપી પાડી એ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી.
હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સીમમાં વાડીએ દારૂનો જથ્થો ઉતાર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો કરી 94 બોટલ દારૂ સાથે રૂપિયા 26200 ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.જ્યારે આ બનાવમાં અન્ય બે શખ્સોના નામ ખુલતા કુલ ત્રણ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ મળતી માહિતી મુજબ ગુરૂવારે રાત્રીના ડુંગરપુર ગામની સીમમાં ભાડાપેટે ઉધડ જમીન રાખી તેમાં વાવેતર કરી જેમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે હળવદ પોલીસે 94 બોટલ સાથે આરોપી સિધ્ધરાજ ધીરુભાઈને ઝડપી લેવામાં આવ્યો હતો જ્યારે અન્ય બે શખ્સઓ ને ઝડપી પાડવા પોલીસે વોચ ગોઠવી હોવાનું જાણવા મળ્યું છે આ કામગીરીમાં હળવદ પી.આઈ એમ.પી પટેલ, દેવેન્દ્રસિંહ ઝાલા, બીપીનભાઈ પરમાર,ગંભીરસિંહ ચૌહાણ સહિતનાઓ રોકાયા હતા.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ