ગોંડલ રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક “રેસીપીસ ઓફ મહારાણી” નું ભવ્યતા પૂર્વક વિમોચન.
ભારત દેશના તમામ રાજ્યો ના અલગ અલગ પરિવારોના રસોડા મા વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ વાનગીઓ બનતી હોય છે.તેના ભાગરૂપે ગોંડલના પૂર્વ મહારાણી સાહેબ તથા વર્તમાન રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક નું વિમોચન મુંબઈ ખાતે પોતાના માલિકી ના રોયલ ઓપેરા હાઉસ ખાતે ગોંડલ મહારાજા શ્રી હિમાંશુસિંહજી સાહેબ ના વરદ હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે દેશના રાજવી પરિવારો તથા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા આ તકે રાજમાતા સાહેબે જણાવ્યું કે આ પુસ્તક માં ૫૪ પ્રકારની વિવિધ વાનગીઓની રેસિપી છે તથા દરેક વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય જળવાઈ રહે તેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે પોતે ભાવનગર રાજવી પરિવારના કુંવરી હોય તેમને વારસામાં વિવિધ વાનગી બનાવવાની પદ્ધતિ ની ભેટ મળી છે આ સાથે ગોંડલ રાજવી પરિવારમાં બનતી અલગ અલગ પ્રકારની વાનગીઓ તેમજ પોતાના વિશ્વભર ના અનેક વ્યાપક પ્રવાસો દ્વારા પણ ઘણી માહિતી રસોઈની મળી છે તથા તેમના પોતાના રસોડા ના પ્રયોગો પણ સામેલ છે.દરેક સામાન્ય વ્યક્તિ પરિવાર સાથે પણ શાહિ જમણ નો આનંદ મેળવી શકે તે તેમનો સુંદર પ્રયાસ છે.
378 thoughts on “ગોંડલ રાજમાતા શ્રી કુમુદકુમારીબા સાહેબ દ્વારા પ્રસિદ્ધ પુસ્તક “રેસીપીસ ઓફ મહારાણી” નું ભવ્યતા પૂર્વક વિમોચન.”
Comments are closed.