જેતપુરમાં ચાલતી જુગાર-કલબમાં દરોડો: ત્રણ મહીલા સહીત આઠ શખ્સો ઝડપાયા.
મીનાબેન માવાણી પોતાના મકાનમાં જુગાર રમાડતી ‘તી’: પોલીસે દરોડો પાડી રોકડ, મોબાઈલ અને બાઈક મળી રૂ।.૩.૪૮ લાખના મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરના દેસાઇવાડી વિસ્તારમાં એપાર્ટમેન્ટમાં જુગાર રમતા પાલીકા પ્રમુખના દિયર સહિત ૮ને શહેર પોલીસે રૃા. ૩.૪૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
પ્રાપ્ત વિગત અનુસાર પી.એસ.આઇ. વી.બી.વસાવા સ્ટાફની રાજુભાઇ શામળા , અભયરાજસિંહ જાડેજા, રામજીભાઇ ગરેજા, હિતેષભાઇ વરૃ, ભરતભાઇ ગમારા, સાગરભાઇ ઝખડીયા તથા સુમીનાબેન કંડોળીયાને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન દેસાઇ વાડી વિસ્તારમાં આવેલ શીવશકિત એપાર્ટમેન્ટમાં રહેતી મહિલા મીનાબેન માવાણી પોતાનો ફલેટમાં જુગાર રમાડતી હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી તીનપત્તીનો જુગાર રમતા મીનાબેન હિતેષભાઇ માવાણી, રેખાબેન પ્રવિણભાઇ બાવીસા (રહે દેસાઇ વાડી) પાલીકા પ્રમુખનો દિયર મનીષ ઉર્ફે મીન્ટો વલ્લભભાઇ અમરેલીયા (રહે. બાવાવાળાના હર્ષ શશીકાંત માલવીયા, (રહે. ખોડપરા) રાજ રામબહાદુર ઠકુરી (રહે. સરદાર ચોક) તથા ગોપાલ પ્રમોદભાઇ ગોસાઇ (રે.શ્રીજીનગર)ને રોકડા રૃ. ૭૪,ર૮૦ મોબાઇલ પ રૃા. ૧,૮૪,૦૦૦ મોટર સાયકલ ૩ કિ.૯૦,૦૦૦ મળી કુલ રૃ.૩,૪૮, ર૮૦ ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ હતી.