શાપર-વેરાવળમાં જુગારના હાટડા ઉપર પોલીસ ત્રાટકી : ૩ મહિલા સહિત ૬ પકડાયા.
રોકડા રૂા. ૧.૭૬ લાખ અને કાર સહિત ૬.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે
શાપર-વેરાવળમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારના હાટડા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતી ૩ મહિલા સહિત ૬ ને ઝડપી લીધા હતા.
શાપર-વેરાવળમાં વેરાવળ શાંતિધામ સોસાયટી શેરી નં. ૩ બ્લોક નં. ર૧માં રહેતા રજનીબા નટુભા પરમારના ઘરે જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે રેઇડ કરી જુગાર રમતી ૩ મહિલા સહિત ૬ ને ૬.૪૬ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
જુગાર રમતા પકડાયેલ શખ્સોમાં મકાન માલીક (૧) રજનીબા નટુભા પરમાર, (ર) નયનાબેન રાજેશભાઇ બાંભણીયા રહે. જામનગર પટેલ પાર્ક (૩) રીનુબા નરેન્દ્રસિંહ જાડેજા રહે. જામનગર મચ્છરનગર (૪) દીલીપ ગોગનભાઇ દેથરીયા રહે. હસ્થલ ગામ તા. ખંભાળીયા (પ) મહેશ વરવાભાઇ સબાડ રહે. રાજકોટ બાપા સીતારામ ચોક મવડી પ્લોટ-૧, માટેલ સોસા. સ્વામીનારાયણ પાર્કની પાછળ તથા (૬) ધનાભાઇ અજાભાઇ લાંબરીયા રહે. હસ્થલ ગામ તા. ખંભાળીયાનો સમાવેશ થાય છે. પોલીસે રોકડા રૂા. ૧.૭૬ લાખ, આઇ-ર૦ કાર તથા ૩ મોબાઇલ મળી કુલ ૬.૪૬ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહીમાં શાપર-વેરાવળના એ.એસ.આઇ. પી.આર. બાલસરા, પો. હેડ કોન્સ. બી.જે. જાડેજા પો. કોન્સ. નરેશભાઇ લીબોલા, યોગીરાજસિંહ જાડેજા, દુષ્યંતસિંહ રાણા, પિયુષભાઇ અઘેરા, રવીરાજસિંહ જાડેજા તથા મહિલા પો. કોન્સ. મનિષાબેન ઢગેલ જોડાયા હતા.