ધોરણ 10 અને 12 કોમર્સની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં બોર્ડ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર ગંગોત્રી સ્કૂલ ગોંડલની વિદ્યાર્થીનીઓને મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ અપાવી સન્માનિત કર્યા.
ગંગોત્રી સ્કૂલ ગોંડલની ધોરણ 10 અને 12 કોમર્સની વિદ્યાર્થીનીઓએ બોર્ડની પરીક્ષામાં ધો.10માં રૈયાણી મહેક 99.99 PR અને ધો.12 કોમર્સમાં દેવળીયા દેવાંગી 99.99 PR સાથે ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવેલ છે
ત્યારે આજરોજ આ બન્ને વિદ્યાર્થીનીઓને ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી.
તેમજ ગુજરાતના શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીએ બોર્ડમાં પ્રથમ આવનાર આ બન્ને દીકરીઓને પુષ્પગુચ્છ આપી પરિણામની શુભેચ્છા પાઠવી. આ દીકરીઓના સન્માનના અવસરે ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન સંદીપ છોટાળા, આચાર્યા કિરણબેન છોટાળા અને વિદિશાબેન છોટાળા હાજર રહ્યા હતાં. આ તકે મુખ્યમંત્રીશ્રીએ અને શિક્ષણમંત્રીશ્રીએ સ્કૂલની વિદ્યાર્થીનીઓ, વાલીઓ, સ્કૂલના શિક્ષકોને અને સ્કૂલની મેનેજેન્ટને પણ શુભેચ્છા પાઠવી હતી.