મોટાબાપુ એ માત્ર તેર વર્ષ ની ભત્રીજી પર દુષ્કર્મ આચર્યુ:રમવા ની ઉંમરે માશુમ બાળા ગર્ભવતી બની:ગોંડલ પ્રસુતિ થઈ અને ફુલ જેવી દિકરી ને જન્મ આપ્યો:મધ્ય પ્રદેશ ની ઘટના:દુષ્કર્મ આચરનાર મોટાબાપુ જેલ હવાલે:

મધ્ય પ્રદેશ ના અલીરાજપુર ના કોહીવાવ ગામ મા આદીવાસી પરીવાર ની તેર વર્ષ ની માશુમ બાળા પર તેના મોટા બાપુએ દુષ્કર્મ આચરતા બાળકી ગર્ભવતી બનતા ગુજરાત મા ખેત મજુરી કરતા તેના કાકા ને ત્યા આવી હોય ગોંડલ સિવિલ હોસ્પીટલ મા બાળકી ને જન્મ આપ્યો હતો.
માનવ જીંદગી ક્યારેક બેહાલ પણે ભિંસાતી, પિસાતી જોવા મળતી હોય ત્યારે ઈશ્ર્વર ની લીલા ને કોઈ પામી શકતુ નથી.માનવી ને માત્ર કરુણા નો જ અહેસાસ અનુભવવો પડે છે.


મધ્ય પ્રદેશ ના અલીરાજપુર ના કોહીવાવ સ્કુલ ફળીયા મા દાદા દાદી સાથે રહેતી આદિવાસી પરીવાર ની તેર વર્ષ ની માસૂમ બાળા પોતાના ઘર પાસે હાથ મા માત્ર રોટલી લઈ ઉભી હતી.ગરીબ પરિવાર ની આ બાળા ને રોટલી સિવાય નસીબ મા અન્ય કોઈ અન્ન ન’હોતુ, આ વેળા બાજુ મા જ રહેતા તેના મોટાબાપુ રમેશ નાનજી મેડા એ માસૂમ બાળા ને દાળ શાક ની લાલચ આપી ઘર મા બોલાવતા દાળશાક લેવા ઘર મા ગયેલી માસૂમ બળા પર હવસી બનેલા મોટાબાપુ એ દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
બાળા ની કરુણ કથની એ ગણાય કે તેના પિતા નુ સાત વર્ષ પહેલા મૃત્યુ થયા બાદ તેણી ની માતા એ બીજા લગ્ન કર્યા હતા.


પિતા ના અવસાન બાદ માતા પણ બીજુ ઘર કરી ચાલી ગઈ હોય અનાથ જેવી હાલત અનુભવતી માસૂમ બાળા અને તેણી ના ભાઈભાંડુ દાદા સાથે રહેતા હતા.
સમય પસાર થતા માસૂમ બાળા ગર્ભવતી હોવાની પરીવાર ને જાણ થતા બનાવ અંગે અલીરાજપુર ના આઝાદ નગર થાણા મા પોલીસ ફરિયાદ થતા પોલીસે દુષ્કર્મ આચરનાર મોટાબાપુ રમેશ ને જડપી લઇ જેલ હવાલે કર્યો હતો.
આજે ઢગો રમેશ જેલ હવાલે છે જ્યારે માસૂમ બાળા એ ફુલ જેવી તંદુરસ્ત બાળકી ને ગોંડલ સિવિલ હોસ્પિટલ મા જન્મ આપ્યો છે.
તેર વર્ષિય માસૂમ બાળા ગર્ભવતી બનતા હાલ હડમતા ખેત મજુરી કરતા તેના કાકા કાકી દેખભાળ કરી રહયા છે

error: Content is protected !!