સૌરાષ્ટ્રના મામલતદારથી લઈને મેડિકલ કોલેજના યુવા-યુવતીઓ ડ્રગ્સના ખપ્પરમાં હોમાયા, આકાશ ડ્રગ્સ કાંડમાં ૩૦૦ કસ્ટમરોનું લિસ્ટ ખૂલતાં ફફડાટ.
ગુજરાત એટીએસ આકાશ ડ્રગ્સ કાંડ મામલે એકશન મોડમા છે. અમરેલીના આકાશની ધરપકડ કરી લેવામા અવી છે. આરોપી આકશ હવે સંપૂર્ણ ભાંગી પડ્યો છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ પુછપરછ દરમિયાન કરી રહ્યો છે. પુછપરછ દરમિયાન મળતી માહિતી મુજબ ડ્રગ્સ લેનારા લોકોમા સૌરાષ્ટ્ર જિલ્લાની એક મામલતદાર પણ સામેલ છે. આકાશ ડ્રગ્સની હેરાફેરી માટે ઇ-કોમર્સ માધ્યમનો ઉપયોગ કરતો જેથી કોઈને શંકા
આકાશની ફાઈલ તસ્વીર
ગુજરાત એટીએસ આકાશ ડ્રગ્સ કાંડ મામલે એકશન મોડમા છે. અમરેલીના આકાશની ધરપકડ કરી લેવામા અવી છે. આરોપી આકશ હવે સંપૂર્ણ ભાંગી પડ્યો છે અને એક પછી એક ચોંકાવનારા ખુલાસાઓ પુછપરછ દરમિયાન કરી રહ્યો છે. પુછપરછ દરમિયાન મળતી માહિતી મુજબ ડ્રગ્સ લેનારા લોકોમા સૌરાષ્ટ્ર જિલ્લાની એક મામલતદાર પણ સામેલ છે. આકાશ ડ્રગ્સની હેરાફેરી માટે ઇ-કોમર્સ માધ્યમનો ઉપયોગ કરતો જેથી કોઈને શંકા ન જાય.
મળતી માહિતી મુજબ રાજ્યમાં તેના ૩૦૦થી વધુ ગ્રાહકોનું નેટવર્કમાં પથરાયેલુ છે જેમા મામલતદારથી માંડીને મેડીકલના વિદ્યાર્થીઓના નામ સામેલ છે. ડ્રગ્સની હેરાફેરી માટે તે છોકરીઓનો પેડલર તરીકે ઉપયોગ કરતા હતા અને બદલામાં યુવતીઓ પાસે સેક્સ માણતા હતા.
ગુજરાત ATSને આકાશના બેંક એકાઉન્ટમાંથી રોકડા ૨૭ લાખ મળી આવ્યા છે. આ સિવાય તેના અમરેલીમાં બે મકાન છે. નવાઈની વાત એ છે કે આ ડ્રગ્સ કાંડમા મોટાભાગના ગ્રાહકો મેડિકલ ફિલ્ડના છે. હવે આ મામલે ATS એકશન મોડમા છે અને આગામી સમયમા હજી બીજા ચહેરાઓના નામોનો ખુલાસો થવાની શકયતા છે. આ સમગ્ર ડ્રગ્સ કાંડમાં રાજુલાના મામલતદારની પણ ઉલટ તપાસ થઈ શકે છે.