વિશ્વમાં પહેલીવાર ટ્રાયલમાં દવાથી ‘ કેન્સર મુકત ’ થયા દર્દી.
૧૮ દર્દીઓને આપવામાં આવી ‘ ડોસ્ટારલિમેબ ’ નામની દવાઃ બધા સાજા થઇ ગયા = ૬ મહિના સુધી દવાનો ડોઝ અપાયો : જોવા મળ્યા ચમત્કારિક પરિણામો.
વિશ્વમાં પહેલીવાર એક દવાના ટ્રાયલમાં સામેલ કેન્સરના બધા દર્દીઓ સાજા થઇ ગયા . જો આ ટ્રાયલ ૧૮ દર્દીઓ પર જ થયું છે તેમને ૬ મહિના સુધી ‘ ડોસ્ટારલિમેબ ‘ નામની દવા આપવામાં આવી હતી . જે પછી દર્દીઓનું રેકટલ કેન્સર ઠીક થયું . બધા દર્દીઓમાંથી કેન્સર ટયુમર ગાયબ થયાનું જોવા મળ્યુ હતું . એક ઈન્ટરનેશનલ ન્યૂઝ રિપોર્ટ મુજબ , એક નાનકડા ક્લિનિકલ ટ્રાયલમાં ૧૮ દર્દીઓને ૬ મહિના માટે ” Dostarlimab ‘ નામનું ડ્રગ આપવામાં આવ્યું કે જેના ચમત્કારિક પરિણામ લેબમાં ઉત્પાદિત જોવા મળ્યા અને આ તમામ લોકોનું ટ્યુમર ‘ ગાયબ ‘ થઈ ગયું .
મળતી માહિતી મુજબ , ‘ ડોસ્ટારલિમેબ ‘ ‘ molecule વાળી દવા ‘ છે જે માનવ શરીરમાં સબ્સ્ટીટ્યુટ એન્ટિ બોડી તરીકે કામ કરે છે . મળાશયના કેન્સરના તમામ ૧૮ દર્દીઓને એક જ દવા આપવામાં આવી કે જેના ચોંકાવનારા પરિણામ આવ્યા અને દરેક દર્દીનું કેન્સર પૂર્ણ રીતે ખતમ થઈ ગયું . શારીરિક પરિક્ષણ , એન્ડોસ્કોપી , પીએટી સ્કેન અથવા એમઆરઆઈ સ્કેનમાંતેના કોઈ લક્ષણ જોવા મળ્યા નહીં . ન્યૂયોર્કના ડોક્ટરે કહ્યું કે કેન્સરના ઈતિહાસમાં આવું પહેલી વખત થયું છે .
231 thoughts on “વિશ્વમાં પહેલીવાર ટ્રાયલમાં દવાથી ‘ કેન્સર મુકત ’ થયા દર્દી.”
Comments are closed.