ગંગોત્રી સ્કૂલની વિદ્યાર્થીની એ ગુજરાત બોર્ડ પ્રથમ સ્થાન મેળવી ફરીથી ગંગોત્રી સ્કૂલ નાં વિજય ધ્વજ ને સમગ્ર ગુજરાત માં લહેરાવ્યો.

Loading

આજ રોજ ધોરણ 10 નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ – ગોંડલ માં અભ્યાસ કરતી રૈયાણી મહેક હરેશભાઈ એ 99.99 PR સાથે A1 મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કૂલનું ગૌરવ વધાર્યું છે.”રૈયાણી મહેક” નાં પિતા હરેશ ભાઈ ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરે છે કરે છે.”રૈયાણી મહેક” કહે છે કે ધોરણ 10 માં સ્કૂલ નાં 7 કલાક સિવાય રોજની હું 6 થી 7 કલાક ની નિયમિત મહેનત કરતી હતી .હું મારા આ પરિણામનો તમામ શ્રેય મારા માતા-પિતા અને મારા ગુરૂજનોને તથા ગંગોત્રી સ્કૂલ નાં ચેરમેન સંદિપ સર ને આપું છું. અમારે ધોરણ -9 માં કોરોનાની કપરી પરિસ્થિતિમાં લોકડાઉન નાં કારણે ઓનલાઇન અભ્યાસ કરવાનો થયો. પરંતુ આ કપરી પરિસ્થિતિમાં પણ ગંગોત્રી સ્કૂલ દ્વારા શ્રેષ્ઠ પધ્ધતિથી ઓનલાઈન શિક્ષણ આપ્યું.

 

અને આ બેસ્ટ ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ નાં કારણે મારા ધોરણ -9 અને 10 નાં અભ્યાસનો એકપણ દિવસ બગડ્યો નહીં જેના પરિણામે જ હું આજે ધોરણ -10 બોર્ડ માં આવી જ્વલંત સફળતા પ્રાપ્ત કરી શકી છું.વધુમાં આ સફળતાનાં યશસ્વી, માર્ગદર્શક અને પ્રેરક એવા ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર ચેરમેન સંદીપ સર છોટાળા સાહેબનો સવિશેષ આભાર માનું છું. સંદિપસર દ્વારા મને સતત માર્ગદર્શન તેમજ મોટીવેશન પુરૂ પડ્યું છે. તેઓ અવાર-નવાર મને મળી ને મારા આત્મવિશ્વાસમાં વધારો કરતા હતા.ગંગોત્રી સ્કૂલ ની પરીક્ષા પદ્ધતિ, વર્ષભર નું શ્રેષ્ઠ આયોજન, પ્રેક્ટીસ અને શિક્ષકો નું સતત માર્ગદર્શન આ તમામ પાસાઓ અને પરિબળોના કારણે આજે હું આવું ઉત્તમ પરિણામ મેળવી શકી છું. મારા શિક્ષકોએ મને સતત માર્ગદર્શન પુરૂ પાડ્યું છે. હવે હું આગળ “સાયન્સ” નો અભ્યાસ કરી કોમ્પ્યુટર એન્જીનીયર બનવાનું સ્વપ્ન છે. તેમજ મને મારી સ્કૂલ પર ગર્વ છે કે જ્યાં વિદ્યાર્થીઓના સ્વપ્નને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત સ્કૂલ દ્વારા કરાવવામાં આવે છે. મને ગર્વ છે કે હું એક ગંગોત્રિયન્સ છું.

error: Content is protected !!