ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ.

ગોંડલ ઉમવાડા અંડરબ્રિજમાં એક ફૂટ પાણીથી વાહન ચાલકો અને લોકો મુકાયા મુશ્કેલીમાં વારંવાર ભરાતાં પાણીને લઈને લોકોની સમશ્યા વધતી હોવા છતાં તંત્ર દ્વારા કાયમી ઉકેલ લાવવામાં નિષ્ફળ ચોમાસા ટાણે આ બ્રિજ અંદરથી પસાર થવું પણ મુશ્કેલ ત્યારે તંત્ર દ્વારા મોટર મુકીને પાણી ઉલેચવામા આવે છે

પરંતુ આ સમસ્યા. માંથી બહાર નિકળવાનો કહેવાતા મોટા એન્જિનિયરો પણ કાઢી શકતાં નથી જયારથી અંડરબ્રિજ બન્યો છે ત્યારથી સમસ્યા ઉત્પન્ન થઈ છે પહેલાં શહેરમાં પ્રવેશવા માટે આશાપુરા રોડ કે.વી.રોડ ઉમવાડા રોડ તેમજ ગુદાળા રોડ મુખ્ય હતા પણ હાલ માત્ર એકજ રોડ સી.ટી.માં પ્રવેશવા માટે ઉપયોગી થાય છે વિકાસની દોડમાં લોકોને મુશ્કેલી માં વધારો થયો હોય તેવો વારંવાર અહેસાસ થાય છે ચોમાસામાં તો આશાપુરા અંડરબ્રિજમાં પાણી ભરાઈ એટલે એસ.ટી.બસ કે અન્ય વાહનો દિવાલ સાથે અથડાઈ ને અકસ્માત નોતરે છે

કે.વી.રોડ ઉપર રાતાનાલા પાસે પાણી ભરાઈ એટલે થોડો સમયમાં પાણી નો નિકાલ થઈ જાય પરંતુ ત્યાથી એસ.ટી.બસ ચાલકો પુલની હાઈટ ટુંકી હોવાથી ચાલી શકતાં નથી હવે બાકી રહ્યો ઉમવાડા અંડરબ્રિજ જયાં ચોમાસામાં તો જાણે સ્વીમીંગ પુલ હોય તેવી પરિસ્થિતિ નિર્માણ થાય છે બાકી રહ્યો ગુદાળા રોડ જયાં ટ્રાફિક સમસ્યા માથાનો દુખાવો સમાન શહેરના લોકો પ્રવેશે કયાંથી એ એક મોટો સો મણ નો સવાલ કાતો આ અંડરબ્રિજ બંધ કરવો જોઈએ અથવાતો કાયમી સમસ્યા માંથી તંત્ર દ્વારા છુટકારો સોધી કાઢે તેવી ગોંડલવાસીઓની માંગ ઉઠવા પામી છે.

error: Content is protected !!