ગોંડલ માર્કેટ યાર્ડમાં મોદી સરકારના 8 વર્ષના સફળ સુશાનને લઈને પત્રકાર પરિષદ યોજાઈ.
ગોંડલ માર્કેટ યાર્ડમાં ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યુ હતું.ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારના 8 વર્ષના સુશાનને લઈને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક,જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા,જિલ્લા ભાજપ હોદેદારો સહિતના લોકોની ઉપસ્થિતમાં પત્રકાર પરિષદનુ આયોજન કરવામાં આવ્યુ હતુ પત્રકાર પરિષદને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક,મનસુખભાઇ ખાચરીયા સહિતના લોકોએ સંબોધન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની સુસાનની સફળ કામગીરી,યોજનાઓ અને ગામડાથી લઈને શહેર સુધીના રોડ રસ્તા મેડીકલ કોલેજ સહિતની વિકાસની કામગીરીની માહિતી પત્રકારોને આપી હતી.વધુમાં ભાજપ આગેવાનોએ 80 કરોડ મફત અનાજ યોજના આપીને સુસાશન સપ્તાહની ઉજવણી,અનુસુચિત જાતિના લોકો માટે ખાટલા બેઠકનુ આયોજન કરી સરકાર ની યોજના વિશે છેવાડાના લોકો સુધી પહોંચાડવાનું લક્ષ્ય સહિતની વિગતો જણાવેલ હતું.ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ આ પત્રકાર પરિષદમાં માર્કેટ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા,ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, તેમજ સ્થાનિક શહેર અને તાલુકા ભાજપના હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.