ગોંડલ ઉમવાળા રોડ પર થયેલ દુષ્કર્મ ને લઈને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડેપ્યુટી કલેકટર ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને આ ઘટના ની કેસ તાત્કાલીક ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે તેવી રજુઆત કરવામાં આવી.
ગોંડલ શહેર ના ઉમવાડા રોડ પર તા.૧/૬/૨૦૨૨ ના રોજ ૧૫ વર્ષની સગીર યુવતી ઉપર ધોળા દિવસે ૩ નરાધમોએ ગેંગરેપ કરી જાનથી મારી નાખવાની કોશીશ કરેલ છે. આવા ભયંકર કૃત્યોના પડઘા દેશભરમાં પડવા જોઈએ તેમજ દિલ્લીમાં થયેલ નિર્ભયાકાંડની યાદ અપાવે તેવુ બિહામણુ કૃત્ય ૧૫ વર્ષની માસુમ બાળા પર આચરેલ હોય તેમ છતા રાજયના ગૃહમંત્રીએ આવા કૃત્યની નોંધ પણ લીધેલ નથી.
આ સંજોગોમાં ગોંડલ શહેર કોંગ્રેસ આ કુત્યને સખત શબ્દોમાં વખોળી કાઢે છે તેમજ આ ત્રણેય નરાધમોનો કેસ તાત્કાલીક ફાસ્ટ્રેક કોર્ટમાં ચાલે અને તેમજ ત્રણેય ઈસમોને ફાંસી મળે તેવુ ચાર્જશીટ તાત્કાલીક કરવા ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ અશિષભાઈ કુંજડિયા, યતિષભાઈ દેસાઈ, દિનેશભાઇ પાતર, જયસુખભાઈ વઘાસિયા, રૂષભરાજ પરમાર, ધર્મેશભાઈ બૂટાણી, જયસુખભાઈ પારઘી સહિતના કાર્યકર્તાઓ દ્વારા ડેપ્યુટી કલેક્ટર ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પ્રાંત અધિકારી ના પ્રતિનિધિ તરીકે ગોંડલ તાલુકા મામલતદાર એચ.વી.ચાવડા એ આવેદનપત્ર સ્વીકાર્યું હતું.