રાજકોટના મનહરપ્‍લોટમાંથી યોગેશ બારભાયાને ૬.૬૯ લાખના મેફેડ્રોન ડ્રગ્‍સ સાથે એસઓજીની ટીમે જડપી પાડ્યો.

વણિક શખ્‍સ અગાઉ પત્‍નિના આપઘાત કેસમાં જેલમાં હતોઃ છુટીને મુંબઇ ગયા બાદ ત્‍યાંથી લાવ્‍યાનું રટણ : પોતે નશાની આદત ધરાવે છે અને વેંચતો પણ હતોઃ રાતે ઘરે આવતાં જ દબોચી લઇ એ-ડિવીઝન પોલીસને સોંપાયો : હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણની સફળ બાતમી : પીઆઇ જે. ડી. ઝાલા અને પીએસઆઇ ડી.બી. ખેર, એએસઆઇ વિરમભાઇ ધગલની ટીમની કાર્યવાહી

શહેરમાં દેશી વિદેશી દારૂ ઉપરાંત અલગ અલગ માદક પદાર્થનો નશો કરનારા બંધાણીઓ અને આવો પદાર્થ વેંચનારાઓને પોલીસ સમયાંતરે શોધી કાઢી કાર્યવાહી કરે છે. વધુ એક વખત માદક પદાર્થ સાથે એક શખ્‍સને શહેર એસઓજીની ટીમે દબોચ્‍યો છે. મનહરપ્‍લોટમાંથી વણિક શખ્‍સને રૂા. ૬,૬૯,૦૦૦ના ૬૬.૯૦ ગ્રામ માદક પદાર્થ મેફેડ્રોન સાથે ઝડપી લઇ વિશેષ તપાસ માટે એ-ડિવીઝનને સોંપ્‍યો છે. આ શખ્‍સે પોતે નશાની આદત ધરાવે છે અને વેંચાણ પણ કરતો હોવાની પ્રાથમિક વિગતો ખુલી છે. તે મુંબઇ તરફથી આ માદક પદાર્થ લાવ્‍યાનું રટણ કર્યુ હોઇ વિસ્‍તૃત વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવશે.
શહેર એસઓજીની ટીમને બાતમી આધારે મનહરપ્‍લોટ-૨માં વોચ રાખી હતી અને અહિ પાવન એપાર્ટમેન્‍ટ-૨, બીજો માળ ફલેટ નં. ૨૦૧માં રહેતાં યોગેશ હસમુખલાલ બારભાયા (વણિક) (ઉ.વ.૪૨)ને તેના ઘર નજીક વોચ રખાઇ હતી. તે એપાર્ટમેન્‍ટ પાસે આવતાં જ દબોચી લેવાયો હતો અને તેની પાસેથી મળેલા માદક પદાર્થની એફએસએલ અધિકારીને બોલાવી ખરાઇ કરાવતાં માદક પદાર્થ મેફેડ્રોન હોવાનું જણાતાં એનડીપીએસની કલમો હેઠળ પીઆઇ જે. ડી. ઝાલાએ એ-ડિવીઝનમાં ગુનો દાખલ કરાવ્‍યો હતો.
યોગેશ પાસેથી ૬,૬૯,૦૦૦નો માદક પદાર્થ, ૫ હજારનો મોબાઇલ ફોન તથા રૂા. ૩૦૨૦ રોકડા અને બ્‍લુ રંગનો થેલો કબ્‍જે કરાયો છે. આગળની તપાસ એ-ડિવીઝન પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએઅસાઇ ટી. ડી. ચુડાસમા અને ટીમે હાથ ધરી છે. વિસ્‍તૃત વિગત જોઇએ તો શહેર એસઓજીની ટીમને ઉચ્‍ચ અધિકારીઓએ માદક પદાર્થની હેરાફેરી થતી હોય તો આવી પ્રવૃતિ અટકાવવા અને આવા શખ્‍સોને શોધી કાઢવા સુચના આપી હોઇ ટીમ તપાસમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ પ્રતાપસિંહ ચોૈહાણને ચોક્કસ બાતમી મળી ીહતી કે મનહરપ્‍લોટ-૨માં રહેતો યોગેશ બારભાયા બહારથી માદક પદાર્થ લઇને આવી રહ્યો છે અને તેણે સફેદ કલરનો લાલ-કાળી ચોકડી ડિઝાઇનનો શર્ટ પહેર્યો છે અને કાળુ પેન્‍ટ પહેર્યુ છે.
આ બાતમી આધારે ટીમે પાવન એપાર્ટમેન્‍ટ પાસે વોચ રાખતી હતી. બાતમી મુજબ યોગેશ આવતાં જ તેને એપાર્ટમેન્‍ટના ગેઇટ નજીક ઇલેક્‍ટ્રીક પોલ પાસે અટકાવી તપાસ કરતાં તેની પાસેના તેણે ડાબા ખભે લટકાવેલા થેલામાં તપાસ કરતાં તેમાં ચાર ખાના હતાં. જે પૈકી એક ખાનામાંથી પારદર્શક પ્‍લાસ્‍ટીકની કોથળી મળી હતી. જેમાં સફેદ પાવડર હતો. આ બાબતે યોગેશની પુછતાછ કરતાં તે યોગ્‍ય જવાબ ન આપી ફરતું ફરતું બોલતો હોઇ એફએસએલ અધિકારીશ્રી વાય. એચ. દવેને બોલાવી પ્રાથમિક અભિપ્રાય મેળવતાં આ પદાર્થ મેફેડ્રોન ડ્રગ્‍સ હોવાનું તેમણે જણાવતાં કબ્‍જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.

પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ ડી. બી. ખેર, એએસઆઇ વિરમભાઇ ધગલ, વિજયભાઇ શુક્‍લા, હેડકોન્‍સ. ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, મોહિતસિંહ જાડેજા, દિગ્‍વીજયસિંહ ગોહિલ, ઇન્‍દ્રજીતસિંહ ગોહિલ, ફિરોઝભાઇ રાઠોડ, કોન્‍સ. હાર્દિકસિંહ પરમાર અને રણછોડભાઇ આલે આ કામગીરી કરી હતી. એફએસએલ અધિકારી વાય. એચ. દવે પણ જોડાયા હતાં.


પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ યોગેશ મુંબઇ તરફથી આ પદાર્થ લાવ્‍યો હોવાનું તે રટણ કરે છે. અગાઉ તેની પત્‍નિએ આપઘાત કર્યો હોઇ તેના વિરૂધ્‍ધ આઇપીસી ૩૦૬ મુજબ ગુનો નોંધાતા જેલમાં ગયો હતો. ત્રણેક મહિના પહેલા જેલમાંથી છુટયા બાદ તે મુંબઇ તરફ ગયો હતો અને ત્‍યાંથી આ માદક પદાર્થ લાવ્‍યો હતો. યોગેશ હેન્‍ડીક્રાફટનું કામ કરે છે. પોતે નશો કરવાની આદત પણ ધરાવે છે અને વેંચાણ પણ કરે છે. વિશેષ તપાસ એ-ડિવીઝન પોલીસે હાથ ધરી છે.

error: Content is protected !!