વિશ્વ સંવાદ કેન્દ્ર – ગોંડલ દ્વારા આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિની ઉજવણી કરવામાં આવી.

 

વિશ્વના આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિના પાવન અવસરે વિશ્વ સંવાદ કેન્દ્રની પરંપરા અનુસાર પત્રકારોનો સ્નેહ મિલન સમારોહ ગોંડલમાં આવેલ જય સરદાર સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ગોંડલ તથા લોધિકાના ઇલેક્ટ્રોનિક્સ, પ્રેસ અને વેબ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ દરમ્યાન બધા પત્રકાર મિત્રોએ RSS દ્વારા ચાલી રહેલ પ્રશિક્ષણ વર્ગના પણ દર્શન કર્યા અને પ્રશિક્ષણ વર્ગમાં ચાલતી અલગ અલગ પ્રવૃતિઓ નિહાળી હતી, RSS ના આ પ્રશિક્ષણ વર્ગમાં સૌરાષ્ટ્રના અલગ અલગ 5 જીલ્લાઓ માંથી 137 શિક્ષાર્થીઓ હાલ પ્રશિક્ષણ લઇ રહ્યા છે.આ વર્ગમાં વર્ગ કાર્યવાહ તરીકે જયેશભાઇ અધારા તથા મુખ્ય શિક્ષક તરીકે ભરતભાઇ કોયાણી સંચાલન કરી રહ્યા છે

લોકશાહીને વાચા આપતા અને રાષ્ટ્રીય ફરજ અદા કરતા પત્રકારોને RSS ના સૌરાષ્ટ્ર પ્રાંત સહ વ્યવસ્થા પ્રમુખ ડો. નરેન્દ્રભાઈ દવેએ પ્રસંગને અનુરૂપ આદિ પત્રકાર દેવર્ષિ નારદ જયંતિ વિશે પોતાનું વક્તવ્ય આપેલ અને પત્રકારોને માર્ગદર્શન આપ્યું, જેમાં સાથે શ્રી પિયુષભાઈ ઘોણીયા (RSS જીલ્લા સહ કાર્યવાહ) તથા શ્રી વિનયભાઈ રાખોલિયા (RSS જીલ્લા પ્રચાર પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!