રાજકોટ એરપોર્ટ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું.
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલનું ભવ્ય લોકાપર્ણશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે .ત્યારે રાજકોટ એરપોર્ટ ખાતે તેમનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ, જિલ્લા વિકાસ અધિકાીશ્રી દેવ ચૌધરી, પોલીસ કમિશનરશ્રી રજૂ ભાર્ગવ સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રધાનમત્રીશ્રી સહિતનાં મહાનુભાવો રાજકોટ એરપોર્ટ થી આટકોટ જવા રવાના થયા હતા.