જામકંડોરાણાના સોડવદરમાં જુગાર રમતા ૯ પત્તા પ્રેમી ઝડપાયા: ૧પ લાખનો મુદ્દામાલ કબ્‍જે.

જામકંડોરણાની સોડવદરની સીમમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ત્રણ વેપારી સહીત નવ શખ્સોને રોકડ, મોબાઇલ ફોન ૯, બાઇક, અને કાર મળી રૂ.૧૫૩૦ લાખના મુદામાલ સાથે જામકંડોરણા પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જુગારના દરોડાની વિગત અનુસાર જામકંડોરણા પોલીસ મથકના હેડ કોન્સ. એમ.આર. કોરડીયા અને કોન્સ.મનજીભાઇ ચૌહાણ સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે જામકંડોરણાના સોડવદર ગામની હીરાધારની સીમમાં જયેશ કાંતી માંડવીયાની વાડીની ઓરડીની બાજુમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમતા જયેશ કાંતી માંડવીયા (ઉ.વ.૪૩) મહેશ બાવનજી વૈશ્ર્નાણી (ઉ.વ.૪૪), રમેશ ઉર્ફે ભલીયો હરી કણસાગરા (ઉ.વ.૪૭) ત્રણેય રહે. સોડવદર, જામકંડોરણા), હરેશ ગોકળ દેત્રોજા (ઉ.વ.૪૮) રહે. ઉપલેટા, ભરત જેન્તી ચીકાણી (ઉ.વ.૪૬) ધંધો. વેપાર, રહે. રાયપુર, છતીસગઢ, કમલેશ ઉર્ફે હરેશ ગોપાલ ઝાલાવડીયા(ઉ.વ.૪૫) રહે. સુરત, દીલીપ રમણીક દેત્રોજા (ઉ.વ.૪૦) રહે. સોડવદર, જામકંડોરણા) સંજય જેન્તી ચીકાણી (ઉ.વ.૪૩) ધંધો વેપાર રહે. નાગપુર અને સંજય રમણીક ભાલોડીયા (ઉ.વ.૪૦) રહે. જમનાવડ,ધોરાજીને રોકડ ૭૬૫૫૦, મોબાઇલ ૯, રૂ.૩૯ હજાર, બાઇક ૧,રૂ.૧૫ હજાર, કાર ૨,રૂ.૧૪ લાખ મળી રૂ. ૧૫.૩૦ લાખના મુદામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!