ગોંડલ તાલુકાના બીલીયાળા ગામની સીમાંથી વિદેશી દારૂ ના મોટા જથ્થા સાથે ત્રણ વ્યક્તિ પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

Loading

ગોંડલ તાલુકાનાં બીલીયાળા ગામની સીમમાંથી જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો તથા અન્ય મુદામાલ સહિત કુલ રૂ. ૩,૧૯,૪૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડતી રાજકોટ લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
રાજકોટ રેન્જના પોલીસ મહાનીરીક્ષક  સંદિપસિંહ  તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અઘિક્ષક  જયપાલસિંહ રાઠોડ  નાઓએ પ્રોહી જુગારના ગણનાપાત્ર કેસો શોઘી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે આજરોજ પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો. સબ ઇન્સ. એસ.જે.રાણા ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એલ.સી.બી. શાખાના સ્ટાફ ના પો. હેડ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા અનીલભાઇ ગુજરાતી તથા રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ નાઓને મળેલ સંયુક્ત હકિકત આધારે ભરતભાઇ ભીખાભાઇ જાદવ રહે- ગોંડલ, મહાકાળીનગર વાળાએ ગોંડલ તાલુકાના બીલીયાળા ગામે રહેતા નીલેશ ઉર્ફે કાળીયો ભગવાનજીભાઇ રાદડીયા ની ગોંડલ તાલુકાની બીલીયાળા ગામની સીમમાં દોરાની ધાર પાસે પાટડી સીમમાં આવેલ કબજા ભોગવટાની વાડીના મકાનમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરવાના ઇરાદે રાખતા જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૭૧૦ કિ.રૂ. ૨,૯૯,૪૦૦/- તથા ચાર મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦,૦૦૦/- સહિત કુલ રૂ. ૩,૧૯,૪૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડી હસ્તગત કરેલ છે.
ઝડપાયેલા આરોપી તરીકે (૧) ભરતભાઇ ભીખાભાઇ જાદવ જાતે- કોળી ઉ.વ. ૩૨ રહે- ગોંડલ, મહાકાળી નગર શેરી નં. ૪ જી. રાજકોટ
(૨) નીલેશ ઉર્ફે કાળીયો ભગવાનજીભાઇ રાદડીયા જાતે- પટેલ ઉ.વ. ૨૭ રહે- બીલીયાળા ગામ, નવા પ્લોટ તા. ગોંડલ જી. રાજકોટ (૩) કૌશીક ઉર્ફે કવો યોગેશભાઇ અગ્રાવત જાતે- બાવાજી ઉ.વ. ૨૪ રહે- રહે- ગોંડલ, મહાકાળી નગર શેરી નં. ૪ રેડ દરમિયાન કબજે કરેલ મુદામાલમાં
(૧) જુદી જુદી બ્રાંડની ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ ૭૫૦ એમ.એલ.ની નંગ- ૭૧૦ કિ.રૂ. ૨,૯૯,૪૦૦/-
(૨) ચાર મોબાઇલ ફોન કિ.રૂ. ૨૦,૦૦૦/-
સહિત કુલ રૂ.૩,૧૯,૪૦૦/- નો મુદામાલ
કામગીરી કરનાર ટીમમાં  એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય પોલીસ ઈન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એસ.જે.રાણા તથા એ.એસ.આઇ. મહેશભાઇ જાની તથા પો. હેઙ કોન્સ. મહિપાલસિંહ જાડેજા તથા પો. હેડ કોન્સ. અનીલભાઇ ગુજરાતી તથા પો. હેડ કોન્સ. રૂપકભાઇ બોહરા તથા પો. કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, અમુભાઇ વિરડા, નરેન્દ્રભાઇ દવે, અનીરૂધ્ધસિંહ જાડેજા,સાહિલભાઇ ખોખર સહિતનાએ સફળતા પૂર્વક રેડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે.
error: Content is protected !!