ગોંડલના સડકપીપળીયા પાસે બે બાળાઓ ઉપર દુષ્‍કર્મ ગુજારનાર નરાધમ ઢગાની ધરપકડ.

યુપીના સાકિલરામને તાલુકા પોલીસે દબોચી લઇ હવસનું ભૂત ઉતારી નાખ્‍યું : આજે કોર્ટમાં રજુ કરાશે

 

સડક પીપળીયા ગામની પાસેની ઔદ્યોગીક વસાહતની મજુર કોલોનીમાં ત્રણ અને પાંચ વર્ષની બે માસૂમ બાળાઓ સાથે યુપીના ૫૫ વર્ષીય નરાધમ ઢગાએ અડપલા કર્યાની ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ સડક પીપળીયા ગામ પાસે આવેલ આદિત્‍ય ફોર્જિંગ ની મજૂર કોલોનીમાં રહેતા બે શ્રમિક પરિવારોની ત્રણ અને પાંચ વર્ષની માસુમ બાળકીઓ કોલોની માં રમી રહી હતી ત્‍યારે યુપીથી દીકરી જમાઈના ઘરે આવેલ આશરે પંચાવન વર્ષના સાકિલરામ રામસીધાર નારણપરાને વાસનાનું ભૂત ચડ્‍યું હોય માસુમ બાળાઓ ને પ્રસાદી અને મીઠાઈ આપવાનું જણાવી સાથે લઈ ગયો હતો બાદમાં બન્ને બાળાઓને ખોળામાં બેસાડી અડપલા કર્યા હતા બનાવ અંગે પાંચ વર્ષની બાળાએ તેના માતા-પિતાને સઘળી હકીકત જણાવતા માતા પિતાના પગ તળેની જમીન સરકી જવા પામી હતી.

બાળાઓને સારવાર માટે રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. જયાં માસુમ બાળાઓના વાલીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એમ જે પરમાર સહિતનો પોલીસ કાફલો રાજકોટ હોસ્‍પિટલે દોડી ગયો હતો અને માસૂમ બાળાઓ ના માતા પિતાની ફરિયાદ લઇ આરોપી વિરોધ આઇપીસી કલમ ૩૭૬ ૩૫૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન બંને બાળા ઉપર દુષ્‍કર્મ ગુજારી નાસી છૂટેલ સાકિલરામને ગઇકાલે તાલુકાના પીએસઆઇ મહાવીરસિંહ પરમાર સહિતના સ્‍ટાફે દબોચી લઇ આગવી ઢબે પૂછતાછ કરી હવસનું ભૂત ઉતારી નાંખ્‍યું હતું. પકડાયેલ સાકિલરામને આજે કોર્ટમાં રજુ કરાનાર છે.

 

error: Content is protected !!