ગોંડલના સુલતાનપુર ગામે જાહેરમાં જૂગાર રમતા ૬ પત્તાપ્રેમી પકડાયા.

ગોંડલના સુલતાનપુર ગામે તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૬ પતાપ્રેમીઓને રૂ.૫૫૦૦ રોકડ અને પત્તા સાથે ઝડપી લીધા હતાં.

ગોંડલના સુલતાનપુરમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતાં છ શખ્સોને રૂા.૫૫૦૦ની રોકડ સાથે ગોંડલ તાલુકા પોલીસે દબોચ્યા હતા.દરોડાની વિગત અનુસાર ગોંડલ તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ ડી.એન.ગોહીલ અને કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ઝાલાને મળેલ બાતમીના આધારે ગોંડલના સુલતાનપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા રતીલાલ બાધાભાઈ દેગામા કલ્પેશ પરબત કુનપરા, પંકજ હરસુખ ઉધેડીયા, નરેશ ઉર્ફે નાથો જીવરાજ માલવીયા, ગોવાલ, બાધા મકવાણા અને વલ્લભ ભાદા ઝીંઝુવાડીયા ને રૂા.૫૫૦૦ ની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

 

error: Content is protected !!