જેતપુરમાં પ્રેમી પંખીડાને માર મારનાર છ શખ્સોની ધરપકડ.
પરિણિતા કુંવારા પ્રેમીને લઈને ભાગી જતા મળી તાલિબાની સજા
મહિલાના કાન-નાક કાપી નાખ્યા અને માથે મુંડન કરી નાખ્યું
યુવકના માથે મુંડન કરી ડામ આપ્યા, ૯ કલાક સુધી માર માર્યો
આજકાલ પ્રેમીપંખીડા ભાગી જાય અને પકડાય તો તેઓને તાલિબાની સજા આપવામાં આવે છે. આવો જ એક કિસ્સો રાજકોટનાા જેતપુરમાંથી સામે આવ્યો છે. અહીં રહેતી પરિણિતા પોતાના કુંવારા પ્રેમીને લઈને ભાગી ગઈ હતી. બાદમાં બાળકોની યાદ આવતા મળવા માટે પાછા આવ્યા તો તેની સાસરીના લોકોએ તેમને ઝડપી પાડ્યા હતા. એ પછી પરિણિત મહિલાના કાન, નાક કાપીને માથે મુંડન કરી નાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં પ્રેમીના માથે પણ મુંડન કરી નાખ્યુ અને ડામ આપવામાં આવ્યા હતા. સાથે જ પ્રેમીને ૯ કલાક સુધી મૂઢ માર માર્યો હતો. જે બાદ સોમનાથ નાં દરિયા કિનારે ફેંકી દેવામાં આવ્યા હતા આ દરમિયાન પ્રેમીપંખીડાની હાલત ગંભીર બનતા તેઓને સારવાર માટે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જેતપુર શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતી જશીબેન હેમંતભાઈ પરમાર નામની ત્રણ સંતાનોની માતાને તેમની પડોશમાં જ રહેતા તેમની જ દેવીપૂજક જ્ઞાતિના અરવિંદ પરમાર નામના ફુવારા યુવક સાથે આંખ મળી ગઈ હતી. જેથી હવે બંને એક બીજા વગર રહી શકે એમ ન હોવાનું લાગતા બંને ઘરેથી નાશી ગયા. એક મહિના સુધી ફર્યા બાદ પૈસા ખતમ થઈ જતાં ગતરોજ બંને જેતપુર પરત આવ્યા હતાં. જેની જાણ જશીબેનના સાસરિયા પક્ષને થતાં તેઓએ બંને જે જગ્યાએ હતાં ત્યાં પહોંચી બંનેને વારાફરતી ઝડપી પ્રથમ સ્થળ પર જ મારમારી પોતાની સાથે એક ગાડીમાં હાથ બાંધી અપહરણ કરી ગયાં. ત્યારબાદ શરુ થઈ તાલિબાની સજા શહેરના જુદાજુદા અવાવરું જગ્યાએ બંને લઈ જઈ બાંધીને લાકડાના ધોકા તેમજ પ્લાસ્ટિકની નળીથી ઢોર મારમર્યો અને આટલાથી પણ ન અટકી લોખંડની કોસ તેમજ એક રુપિયાનો સિક્કો ગરમ કરી બંનેને શરીરના ગુપ્ત ભાગે તેમજ અન્ય ભાગે ડામ આપ્યા અને બંનેનું મુંડન પણ કરી નાખ્યું. અને હજુ પણ કઈ બાકી રહી ગયું હોય તેમ જશીબેનને તેમની જેઠાણી તેમની પુત્રીઓ પકડી રાખી અને તેણીના પતિ હેમંતભાઈએ બ્લેડથી તેણીનું નાક અને કાન કાપી નાંખ્યા.
પરિણીતા અને યુવકને આટલી ક્રૂરતા પૂર્વક માર મરાતા બંને બેભાન થઈ જતાં બંનેને ઉપાડી એક કારમાં બંનેને સોમનાથ દરિયા કાંઠે ફેંકી આવ્યાં. જ્યારે બંનેને હોશ આવ્યો ત્યારે યુવક સોમનાથ સ્થિત પોતાના સબંધીની મદદથી જેતપુર આવી સારવાર માટે સરકારી હોસ્પીટલમાં દાખલ થયાં હતાં જ્યાં બંનેની સારવાર બાદ જશીબેને પરમાર (ઉ.વ.૩૫) તેમના સાસરિયા પક્ષના પતિ,જેઠ, સહિત ૬ લોકો સામે પોલીસ ફરીયાદ નોધાવી હતી પોલીસે તમામ છ આરોપી જેમાં ઘુસાભાઇ રુપાભાઇ પરમાર, કલુભાઇ રુપાભાઇ પરમાર, અતુલ કલુભાઇ પરમાર, હેમંત રુપાભાઈ પરમાર , અજય અશોકભાઈ પરમાર , સાગર અશોકભાઇ પરમાર તાલીબાની સજા આપનાર તમામ આરોપીઓ પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
331 thoughts on “જેતપુરમાં પ્રેમી પંખીડાને માર મારનાર છ શખ્સોની ધરપકડ.”
Comments are closed.