જેતપુરમાં પ્રેમી પંખીડાને મળી તાલીબાની સજા, મહિલાના કાન, નાક કાપી વાળનું મુંડન તો પ્રેમીને માથામાં દીધા ડામ.

રાજકોટના જેતપુરમાં આવેલ પીઠડીયા ટોલનાકા પાસેના નવા પુલ ઉપર રહેતી એક ત્રણ સંતાનની માતાને એક કુવારા યુવક સાથે આંખ મળી જતા બંને પ્રેમી પંખીડા પલાયન થઈ ગયા હતા. પરણિત મહિલા અને ત્રણ સંતાનની માતા કુવારા યુવક સાથે પલાયન થઈ હતી ત્યારે પલાયન થયા બાદ પરત પોતાના સંતાનોને મળવાના ઇરાદા માટે આવી હતી જે બાદ આ બંને પ્રેમી પંખીડાઓ પર આકરી સજા નો વરસાદ થયો હોવાનું સામે આવ્યું છે.

આ અંગે પરણિત મહિલા અને ત્રણ સંતાનોની માતાએ સમગ્ર બાબતે પોતાની વ્યથા જણાવતા કહ્યું હતું કે તેમનો પતિ તેમને ખૂબ દુઃખ ત્રાસ આપતો અને તેમને માર્કેટ કરતો હોવાનું તેમને મીડિયા સમક્ષ જણાવ્યું હતું જે બાદ મહિલાએ પોતાની સહનશીલતા ખૂટી અને દુઃખ ત્રાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાનું પણ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.

પ્રેમી યુવકે પણ જણાવ્યું હતું કે તે પોતાના કામથી જઈ રહ્યો હતો ત્યારે પરણિત મહિલાના જેઠને ખબર પડ્યે બન્નેની સોધખોળ શરૂ કરી હતી જેમાં આ પ્રેમી પંખીડાઓ સંતાઈ ગયા હતા જે બાદ યુવકને જોઈ જતાં તેમને ઝડપી લેવામાં આવ્યો હતો જે બાદ બન્ને ઝડપાઈ જતાં બન્નેને લઈ જઈને ટોલ નાકા પાસેની જગ્યા પાસે જે બાદ તેમને સવારે 10 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી માર મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ પ્રેમી પંખીડાને ઢોર માર મારવામાં આવ્યો હતો જેમાં તેમના પર દસ જેટલા વ્યક્તિઓએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું જેમાં સાસરીયા વાળા એ માર માર્યા બાદ પરિણીત મહિલાના કાન અને નાક કાપી નાખ્યું હતું અને બાદમાં આ પરિણીત મહિલાનું મુંડન કર્યું હોવાનું પણ સામે આવ્યું છે તો બીજી તરફ પ્રેમી યુવકને પણ માર મારવામાં આવ્યો હોવાનું પણ યુવકે જણાવ્યું હતું અને તેમનું પણ વંદન કરીને તેમને dam આપવામાં આવ્યા હોવાનું પણ યુવકે જણાવ્યું છે ત્યારે હાલ આ પરણિત મહિલા અને યુવક જેતપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે જેતપુરની આ અજબ પ્રેમ કી ગજબ કહાની સમગ્ર પંથકની અંદર ચર્ચાનો વિષય બન્યો છે.

error: Content is protected !!