કોટડા સાંગાણી તાલુકા નાં ખારેડા ગામે ગેરકાયદેસર થતું ખનીજ ચોરી:સામાજીક કાર્યકર નીતિન સાંડપા એ મુખ્યમંત્રી સાહિનાને કરી ફરિયાદ.

Loading

કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામે નદી માંથી ખનીજ માફિયાઓ દ્વારા કોઈના ડર રાખ્યા વગર ખુલ્લેઆમ ખનીજ ચોરી થતી હોવા છતાં સ્થાનિક તંત્ર ત્રણ બંદર ની ભૂમિકામાં હોય તેવા આક્ષેપો સાથેની મુખ્યમંત્રી સહિત લાગતા વળગતા ને લેખિતમાં ફરિયાદ કરતા કોટડા સાંગાણી તાલુકા તંત્રમાં હડકંપ મચી જવા પામી હતી.
      સામાજીક કાર્યકર નીતિન સાંડપા એ મુખ્યમંત્રી સહિત નાં ને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું છે કે કોટડા સાંગાણી તાલુકાના ખારેડા ગામની નદીમાંથી રેતી નું બેફામ ચોરી ચાલુ હોય જેમને ડામી દેવા માટે સ્થાનિક તંત્ર હરકતમાં આવતું ન હોય તેથી ખનીજ માફિયાઓ ને મોકળું મેદાન મળી રહ્યું છે સ્થાનિક પોલીસ જવાબદાર અધિકારી રહેમ રાહે નજર સમક્ષ રેતીનું ખનન થતું હોવા છતાં પોલીસ ને હપ્તા ઓ આપીને  મીઠી નજર હેઠળ ખનીજ ચોરી ખુલ્લેઆમ થતી હોવાના આક્ષેપો સાથે લેખિત માં ફરિયાદ મુખ્યમંત્રી સહિત નાઓને સમગ્ર ખનીજ ચોરી નું નેટવર્ક પકડી પાડવા અંગેની લેખિતમાં ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક તંત્રમાં કાનાસુફી સહીત હડકંપ મચી જવા પામી છે.
error: Content is protected !!