NewDelhi-વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ જી ટેસ્ટ બેડ લૉન્ચ કરીને દેશને સમર્પિત કર્યું.

Loading

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫ જી ટેસ્ટ બેડ લૉન્ચ કરીને દેશને સમર્પિત કર્યું. આ અવસર પર તેમણે કહ્યું કે તેમને દેશને પોતાનું સ્વ-નિર્મિત ૫ જી ટેસ્ટ બેડ રાષ્ટ્રને સમર્પિત કરવાની તક મળી છે. આ ટેલિકોમ સેક્ટરમાં ક્રિટિકલ અને આધુનિક ટેક્નોલોજીની આત્મનિર્ભરતાની દિશામાં પણ આ એક મહત્વપૂર્ણ પગલું છે. તેમણે કહ્યું કે, હું આ પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ સાથીઓને, આપણા આઇઆઇટીને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું.

૫જીના રુપમાં જે દેશનું પોતાનું ૫જી ધોરણ બનાવવામાં આવ્યું છે, તે દેશ માટે ખૂબ જ ગર્વની વાત છે. દેશના ગામડાઓમાં ૫જી ટેક્નોલોજી પહોંચાડવામાં તે મોટી ભૂમિકા ભજવશે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ૨૧મી સદીના ભારતમાં કનેક્ટિવિટી, દેશની પ્રગતિની ગતિને નિર્ધારિત કરશે. તેથી દરેક સ્તરે કનેક્ટિવિટીને આધુનિક બનાવવી જ પડશે.

પીએમ મોદીએ કહ્યું કે, ૫જી ટેક્નોલોજી પણ દેશની ગવર્નેસમાં જીવનધોરણની સરળતા,વ્યવસાય કરવાની સરળતામાં સકારાત્મક પરિવર્તન લાવવા જઈ રહી છે. આનાથી ખેતી, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક્સમાં, દરેક સેક્ટરમાં ગ્રોથને વેગ મળશે. તેનાથી સુવિધા પણ વધશે અને રોજગારીની ઘણી તકો પણ ઉભી થશે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એવો અંદાજ છે કે આવનારા ૧૫ વર્ષમાં ૫ય્થી ભારતીય અર્થવ્યવસ્થાને ૪૫૦ મિલિયન ડોલરનો ફાયદો થવાનો છે. આ દાયકાના અંત સુધી ૬જી વ્યવસ્થા શરુ કરી શકે એટલા માટે ટાસ્ક ફોર્સ કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ૨જી યુગ હતાશા, નિરાશા, પોલિસી પેરાલિસિસ અને ભ્રષ્ટાચારનો હતો. ત્યાંથી નીકળીને આપણે ૩જી , ૪જી ૫ જી અને ૬જી તરફ આગળ વધ્યા છીએ અને આ સંપૂર્ણ ઝડપ અને પારદર્શિતા સાથે થઈ રહ્યું છે.

error: Content is protected !!