Wakaner-Morbi-ભુસાની આડમાં છુપાવી રાજસ્થાનથી ગાંધીધામ લઇ જવાતો દારૂનો મસમોટો જથ્થો વાંકાનેર બાઉન્ડ્રીથી ઝડપાયો ૬૯૬૦ ઈંગ્લીશ દારૂની બોટલ, ટ્રક સહીત કુલ ૩૬.૧૭ લાખની કિમતનો મુદામાલ ઝડપાયો.
રાજસ્થાનથી આઈસર ગાડીમાં ભુસાની આડમાં છુપાવીને ગાંધીધામ લઇ જવાતો દારૂનો જથ્થો મોરબી એલસીબી ટીમે વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી ઝડપી લઈને ઈંગ્લીશ દારૂની ૬૯૬૦ બોટલનો જંગી જથ્થો આઈસર ટ્રક અને મોબાઈલ તેમજ રોકડ સહીત કુલ રૂ ૩૬.૧૭ લાખના મુદામાલ સાથે બે ઇસમોને ઝડપી લીધા હતા તો અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે
મોરબી એલસીબી ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન દારૂ ભરેલી ટ્રક પસાર થવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી અને વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી આઈસર ટ્રક પસાર થતા ટ્રકને આંતરી લેવામાં આવી હતી જે ટ્રકની તલાશી લેતા ટ્રકમાં ભુસાની આડમાં છુપાવી રાખેલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો જે દારૂની ગણતરી કરતા મેકડોવેલ્સ વ્હીસ્કી બોટલ નંગ ૩૯૬૦ કીમત રૂ ૧૪,૮૫,૦૦૦, ઓલસીઝન ગોલ્ડન વ્હીસ્કી બોલત નંગ ૧૮૦૦ કીમત રૂ ૧૦,૮૦,૦૦૦, મેઝીક મૂમેન્ટ વોડકા બોટલ નંગ ૧૦૮૦ કીમત રૂ ૪,૩૨,૦૦૦ બ્લેન્ડર પ્રાઈડ વ્હીસ્કી બોટલ નંગ ૧૨૦ કીમત રૂ ૧,૦૨,૦૦૦ જેટલો દારૂનો જથ્થો તેમજ આઈસર જીજે ૧૫ એટી ૬૬૬૧ કીમત રૂ ૫ લાખ, મોબાઈલ નંગ ૦૨ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૮૯૦૦ મળીને કુલ રૂ ૩૬,૧૭,૯૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
અને ટ્રકમાં સવાર આરોપી લાલુરામ વિજયરામ મીણા અને પીન્તુભાઈ માંગીલાલ ડાંગી રહે બંને ઉદયપુર રાજસ્થાન વાળાને ઝડપી લીધા છે તો અન્ય આરોપી લોગરાજ ઉર્ફે બબ્બી રહે આબુ રોડ રાજસ્થાન અને ઈંગ્લીશ દારૂ ભરેલ ગાડી આપનાર ગોવિંદ રબારી રહે નાથદ્વારા રાજસ્થાન એમ બે આરોપીના નામો ખુલ્યા છે
જે કામગીરીમાં એલસીબી પીઆઈ એમ આર ગોઢાણીયા, પીએસઆઈ એન એચ ચુડાસમા, એ ડી જાડેજા, રજનીકાંત કૈલા, સંજયભાઈ પટેલ, દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સુરેશભાઈ હુંબલ, શક્તિસિંહ ઝાલા, ચંદુભાઈ કણોતરા, નીરવભાઈ મકવાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, વિક્રમભાઈ ફૂગસીયા, રવિરાજસિંહ ઝાલા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઈ જીલરીયા, દશરથસિંહ પરમાર, અશોકસિંહ ચુડાસમા, પરાક્રમસિંહ જાડેજા, હરેશભાઈ સરવૈયા, રણવીરસિંહ જાડેજા સહિતની ટીમ જોડાયેલ હતી.