Gujarat-ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકી દેવાયો.
સીએનજીના ભાવમાં રૂા. ૨.૬૦નો વધારો, પીએનજીના ભાવમાં રૂા. ૩.૫૧નો વધારો.
દેશમાં એક તરફ આગામી ઓક્ટોબર માસમાં તમામ પ્રકારના ગેસના ભાવની પુન:વિચારણા થઇ શકે તે વચ્ચે જ ગુજરાતમાં વ્યાપક નેટવર્ક ધરાવતી સરકારી કંપની ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં મોટો વધારો ઝીંકી દેવાયો છે અને હવે રાજ્યમાં ખાનગી અને સરકારી બંને કંપનીઓના સીએનજી તથા પીએનજીના ભાવ સમાન થઇ ગયા છે.
ગુજરાત ગેસ દ્વારા ગુપચુપ રીતે તા. ૧૦ થી અમલમાં આવે તે રીતે સીએનજીના ભાવમાં રૂા. ૨.૬૦નો વધારો કરતાં જૂના ભાવ જે રૂા.૭૯.૫૬ હતા તે વધીને રૂા. ૮૨.૧૬ થયા છે જ્યારે પીએનજીના ભાવમાં રૂા.૩.૫૧નો વધારો કરવામાં આવ્યો છે અને જૂના ભાવ જે રૂા. ૪૪.૧૪ હતા તે હવે વધીને રૂા.૪૮.૫૦ થયા છે.
આ કારણે રાજ્યમાં હવે વાહનચાલકો માટે સીએનજી અને પેટ્રોલના ભાવમાં જે રીતે સતત તફાવત ઘટતો જાય છે અને ગૃહિણીઓ કે જે એકબાદ એક શહેરોમાં પાઇપલાઇન મારફત ગેસ પુરો પાડવાની પ્રક્રિયાને આગળ ધપાવવામાં આવી રહી છે ત્યાં પણ ભાવ વધારાને કારણે નવી સમસ્યા લોકોના બજેટમાં થશે.
386 thoughts on “Gujarat-ગુજરાત ગેસ દ્વારા સીએનજી અને પીએનજીના ભાવમાં ફરી વધારો ઝીંકી દેવાયો.”
Comments are closed.