Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત.

પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે એક બિલ્ડિંગમાં આગ લાગવાથી 26 લોકોના મોત થયા હતા. ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગની માહિતી લગભગ 4.40 કલાકે મળી હતી, ત્યારબાદ 27 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.

દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે રાત્રે લગભગ 10 વાગ્યે જણાવ્યું કે 26 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. આગ ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં લાગી હતી. બચાવ કાર્ય હજુ ચાલુ છે. બચાવકર્મીઓ હજુ ત્રીજા માળે પહોંચ્યા નથી. મૃત્યુઆંક હજુ વધી શકે છે.

 

દિલ્હી પોલીસે જણાવ્યું કે 10 લોકો ઘાયલ થયા છે. બિલ્ડિંગમાંથી 60-70 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આગની માહિતી મળતાં જ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને બારીઓના કાચ તોડીને બચાવી લેવામાં આવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આઉટર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) સમીર શર્માએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ત્રણ માળની કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીઓની ઓફિસ છે. ડીસીપીના જણાવ્યા અનુસાર આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર બનાવતી કંપનીની ઓફિસ આવેલી છે. પોલીસે જણાવ્યું કે કંપનીના માલિકની પોલીસે ધરપકડ કરી લીધી છે.

ફાયરની 27 ગાડીઓ ઘટનાસ્થળે
ભીષણ આગના પગલે ફાયર કોલ જાહેર કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળે 27 ફાયર વિભાગની ગાડીઓ હાજર છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે. આ ઘટનાનામાં અત્યાર સુધીના 26 લોકોના મોટ થયા છે અને આ નઆંકડો હજી પણ વધવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને રાજીવ ગાંધી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

error: Content is protected !!