Gondal-Rajkot-ગોંડલના ગુંદાળા ગામે ૭૦ બોટલ દારૂ સાથે જયપાલસિંહની ધરપકડ:જેતપુરના અમરનગરના જયેન્દ્ર કાઠીનું નામ ખુલતા શોધખોળ.
ગોંડલના ગુંદાળા ગામે તાલુકા પોલીસે રેઇડ કરી ૭૦ બોટલ દારૂ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો જયારે બીજાની શોધખોળ હાથ ધરાઇ છે.
પ્રાપ્ય વિગતો મુજબ ગોંડલના ગુંદાળા ગામે રહેતો જયપાલસિંહ ખીમરાજસિંહ જાડેજા પોતાના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ગોંડલ તાલુકાના પી.એસ.આઇ મહેન્દ્રસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ હેડ કો.મદનસિંહ ચૌહાણ સહિતના સ્ટાફે રેઇડ કરી જયપાલસિંહને વિવિધ બ્રાંન્ડની દારૂની બોટલ નંગ ૭૦ તથા મોબાઇલ મળી કુલ ૯૫,૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ જયપાલસિંહે આ દારૂનો જથ્થો જેતપુરના અમરનગરના જયેન્દ્ર કાઠી પાસેથી લીધાનું ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.