Ribada-Gondal-શ્રી મહારાજ બજરંગ બલી ટ્રસ્ટ રીબડા દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવનું આયોજન.
ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે ઉપર આવેલ રીબડા ગામે શ્રી મહિરાજ બજરંગ બલી ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત કથા મહોત્સવ નું આયોજન કરવામાં આવેલ છે કથા પ્રારંભ તારીખ 20 થી શરૂ થશે જેની પૂર્ણાહુતિ તારીખ 26 ના રોજ થનાર છે કથા દરમિયાન શ્રી પોથીયાત્રા , શ્રી કૃષ્ણ જન્મ , શ્રી ગોવર્ધન પૂજા , શ્રી રૂક્ષ્મણી વિવાહ સહિતના પ્રસંગ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવનાર છે ,
તારીખ 23 સોમવાર ના બ્રીજરાજદાન ગઢવી , માયાભાઇ આહીર , સાઈરામ દવે , નારાયણભાઈ ઠાકર , ઓસમાણ મીર , ભગવતીબેન ગોસ્વામી તેમજ હર્ષ પીપળીયા દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવશે તેમજ તારીખ 26 ગુરુવાર ના રાજભા ગઢવી , દેવાયત ભાઈ ખવડ , દેવરાજભાઇ ગઢવી , અનુભા ગઢવી , હરદેવ ભાઇ આહિર , મનસુખભાઈ વસોયા તથા હકાભાઇ ગઢવી દ્વારા સંતવાણી રજૂ કરવામાં આવશે ગરબાની રમઝટ તારીખ 24 મંગળવારના ફરીદાબેન મીર તેમજ દિપકભાઈ જોષી દ્વારા કરાવવામાં આવનાર છે , આ ધાર્મિક પ્રસંગે સર્વેને આવવા મહિપતસિંહ ભવુભાભાઈ જાડેજા , અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા , રાજદીપસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા , રાજેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા સહિતનાઓ ની યાદીમાં જણાવાયું છે .