Gondal-ગોંડલ સરકારી હોસ્પિટલ માં બ્રહ્માકુમારી કેન્દ્ર ગોંડલ દ્વારા વિશ્વ નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

સમગ્ર વિશ્વ માં 12 મી મે એ ફ્લોરેન્સ નાઇટિંગલ ના જન્મ દિવસ ને તેમની નર્સ તરીકે ની અદ્દભુત સેવાઓ બદલ તેમની યાદ માં વિશ્વ નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
પ્રજાપિતા બ્રહ્માકુમારી ગોંડલ કેન્દ્રના પૂ.ભાવનદીદી,પૂ.શીતલદીદી દ્વારા ગોંડલ ની સરકારી હોસ્પિટલ ખાતે નર્સ તરીકે ફરજ બજાવતા નર્સ બહેનો અને ભાઈઓને સન્માનપત્ર તેમજ મીઠાઈ પ્રસાદી સાથે ગુલાબનું ફૂલ આપી તમામ નર્સ કર્મચારીઓનું તેમની સેવાઓ બદલ સન્માન કરવામાં આવેલ.


આ પ્રસંગે અધિક્ષક ડો.બી.એમ.વાણવીસાહેબ,ડો.ગઢિયાસાહેબ,મેટરન કારીયામેડમ,પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે,ધર્મેશભાઈ કોઠારી વગેરે ની ઉપસ્થિતિ માં હોસ્પિટલ સ્ટાફ દ્વારા કેક કાપી,દીપ પ્રગટાવી વિશ્વ નર્સ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
પૂ.ભાવનાદીદી દ્વારા હોસ્પિટલ માં દર્દીઓની સેવા કરતા તમામ સેવાકર્મીઓ ની સેવાને બિરદાવવા સાથે તેમનું અને પરિવાર નું સ્વાસ્થ્ય સદાય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી.ડો.ગઢિયાસાહેબે તમામ સ્ટાફ એ ગત બે વર્ષ ની કોરોના મહામારીમાં નર્સ બહેનો અને આરોગ્ય કર્મચારીઓએ બજાવેલ સેવાઓને બિરદાવી હતી.અને કોરોના દરમ્યાન જે આરોગ્ય કર્મચારીઓ અને ડોકટર્સએ લોકોની સેવા કરતા પોતાનું જીવન ગુમાવ્યું તેમને યાદ કર્યા હતા.પ્રકૃતિપ્રેમી હિતેશભાઈ દવે એ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે બીમાર,ઘાયલ કે અકસ્માતગ્રસ્ત ની જે સેવાઓ આરોગ્યકર્મચારી દ્વારા કરવામાં આવે છે તે દરિદ્રનારાયન ની પૂજા અને પ્રાર્થના સમાન કામગીરી છે અને આ સેવા કરવામાં હંમેશા તમે ઈશ્વરની સેવા કરો છો તેવો અભિગમ રાખશો તો તમને તમારી ફરજ બજાવવામાં વિશેષ આનંદ અને સંતોષ મળશે.

હોસ્પિટલ ના મેઇલનર્સ સોહિલભાઈ એ સમગ્ર કાર્યક્રમ નું સુંદર સંચાલન કરેલ હતુ,અને મેટરન કારીયામેડમે વિશ્વ નર્સ દિવસ ની ઉજવણી માં હોસ્પિટલ ના સ્ટાફ નું સન્માનપત્ર અને પ્રસાદી સાથે ફૂલો થી સન્માન કરવા બદલ બ્રહ્માકુમારી કેન્દ્ર ગોંડલ ના સંચાલકશ્રીનો તેમજ સુંદર પ્રોત્સાહક વક્તવ્ય બદલ હિતેશભાઈ દવે નો આભાર વ્યક્ત કરવા સાથે જણાવેલ કે છેલ્લા 22 વર્ષ માં પહેલીવાર વિશ્વ નર્સ દિવસે બહારથી આવી અમારા નર્સ પરિવાર નું સન્માન કરવામાં આવ્યું છે..
કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિત હોસ્પિલના સ્ટાફ ભાઈ બહેનો,અધિકારીશ્રીએ આઈસ્ક્રીમ અને કેક થી મોં મીઠા કરી ઉજવણી પૂર્ણ કરી હતી…

error: Content is protected !!