Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ તબીબો અને કર્મચારીઓ ની અપૂર્તતાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની:છેલ્લા અઢી વર્ષથી કોઈ ઓર્થોપેડિક સર્જન નથી અને ચાર માસથી ગાયનેકની ખુરશી પણ ખાલી.
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનું આંધણ કરી શહેર અને તાલુકાની જનતાની સુખાકારી માટે સિવિલ હોસ્પિટલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હતું પરંતુ તબીબો અને અપૂરતા સ્ટાફને કારણે હાલ હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે જેના પરિણામે શહેર તાલુકા ઉપરાંત આસપાસના તાલુકાના લોકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગોંડલ સિવિલ હોસ્પિટલ ની તકલીફ અંગે શહેર યુવા ભાજપ ઉપપ્રમુખ કુલદીપસિંહ જાડેજા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, આરોગ્ય મંત્રી તેમજ કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખભાઈ માંડવીયા સહિતનાઓ ને પત્ર લખી જાણ કરવામાં આવી હતી કે ગોંડલ સિવિલ હોસ્પિટલ માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન બની જવા પામી છે છેલ્લા અઢી વર્ષથી ઓર્થોપેડિક ની જગ્યા ભરવામાં આવી ન હોય દર્દીઓને સામાન્ય એક્સ-રે પડાવવા પણ ખાનગી હોસ્પિટલો નો સહારો લેવો પડી રહ્યો છે, તાજેતરમાં જ મેડિકલ ઓફિસરની પણ બદલી થઈ જવા પામી છે, ડેપ્યુટેશન ઉપર આવતા તબીબો અને કર્મચારીઓ થકી સમગ્ર હોસ્પિટલની ધામધૂમ ચાલી રહી છે, તાજેતરમાં જ સરકાર દ્વારા હોસ્પિટલ માં નવા છ વેન્ટિલેટર આપવામાં આવ્યા છે અહીં ટોટલ 10 વેન્ટિલેટર છે જો તંત્ર ધારે તો અધ્યતન આઇસીયુ યુનિટ ઊભું થઈ શકે તેમ છે પરંતુ કોઈ એમડી ડોક્ટર ની જગ્યા જ ભરવામાં આવી નથી, પરિણામે સાધનસામગ્રી હોવા છતાં પણ પ્રજાને હેરાન થવાનો વારો આવી રહ્યો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ અનુભવી તબીબ ગોંડલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા નથી માત્રને માત્ર અનુભવ લેવા આવતા તબિબો જ અહીં ફરજ બજાવી રહ્યા છે જનરલ ઓપીડી સિવાય અહીં કોઈપણ જાતનું કામકાજ ન થતું હોવાનું ફરિયાદના અંત જણાવાયું હતું.
ગોંડલ શહેર નજીક આશરે ૩૦ કી.મી જેવો નેશનલ હાઈવે પસાર થતો હોય છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે અકસ્માત બાદ સારવાર માટે દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવતા હોય છે ત્યારે ઓર્થોપેડિક ડોક્ટર ન હોવાના કારણે સામાન્ય એક્સ-રે પણ ન નીકળતો હોય તાકીદે રાજકોટ અથવા અન્ય હોસ્પિટલમાં દર્દીઓને રિફર કરી દેવામાં આવી રહ્યા છે. તો હોસ્પિટલમાં ઘટતા તબીબો અને સ્ટાફની ભરતી કરવા કુલદીપસિંહ એ માંગ કરી છે અન્યથા પ્રજાને સાથે રાખી આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી રાજ્યના આરોગ્ય વિભાગની રહેશે તેવી અંતમાં ચીમકી ઉચ્ચારી હતી.
229 thoughts on “Gondal-ગોંડલ સિવિલ હોસ્પિટલ તબીબો અને કર્મચારીઓ ની અપૂર્તતાના કારણે શોભાના ગાંઠિયા સમાન બની:છેલ્લા અઢી વર્ષથી કોઈ ઓર્થોપેડિક સર્જન નથી અને ચાર માસથી ગાયનેકની ખુરશી પણ ખાલી.”
Comments are closed.