Jetpur-જેતપુરમાં વકીલ ઉપર બહેનના જેઠ જેઠાણીએ હુમલો કરી માર મારી ખૂનની ધમકી આપી.

ફરિયાદી વકીલ બહેન સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા હોય જેનો ખાર રાખી માર માર્યાની ફરિયાદ.

જેતપુરમાં પોસ્ટ ઓફિસ પાસે એડવોકેટ યુવાનો પર જેતપુરમાં રહેતા તેની બહેનના જેઠ ,જેઠાણીએ હુમલો કરી માર મારી ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બહેન ને તેના સાસરિયાઓએ ત્રાસ આપતાં હોય જે અંગે પોલીસમાં ફરિયાદ કરવા સાથે ગયા હોય જેનો ખાર રાખી હુમલો કરી માર માર્યો હતો.

જાણવા મળતી વિગત મુજબ જેતપુરના જેતલસર ગામે રહેતા અને જેતપુરમાં વકીલાતની પ્રેકટીસ કરતા સંજય લક્ષ્મણભાઈ ગોહેલ ઉંમર વર્ષ 33 નામના યુવાને જેતપુર સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરમાં વડલી ચોક માં રહેતા તેની બહેનના જેઠ સંજય તનસુખભાઇ વાઘેલા અને જેઠાણી હર્ષા ઉર્ફે વર્ષા સંજય વાઘેલાના નામ આપ્યા છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ તેની બહેન સંગીતા ના લગ્ન 13 વર્ષ પહેલા જેતપુરમાં થયા હોય અને સંગીતાને સાસરીયાઓ ત્રાસ આપતા હોય જે અંગે સંગીતાબેન જેતપુર સિટી પોલીસ મથકમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ કરવા ગયા હોય ત્યારે ફરિયાદી સંજયભાઈ તેની સાથે ગયા હોય જેનો ખાર રાખી ગઈકાલે બપોરે સંજયભાઈ જેતપુરમાં પોસ્ટ ઓફિસ પાસે ત્યારે આરોપી દંપતીએ આવી તું કેમ અમારા વિરુદ્ધ ફરિયાદ કરાવે છે એમ કહી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી સંજયભાઈ ને ઈજાગ્રસ્ત હાલતમાં જેતપુર સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડાયા હતા.આ અંગે જેતપુર સિટી પોલીસે આરોપી દંપતી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

error: Content is protected !!