Bharuch-પંજાબથી રિવોલ્વર લઈ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવા નીકળેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પાડ્યા.
ભરૂચ જિલ્લમાં 24 કલાકમાં પેટ્રોલ પંપ લૂંટના પ્રયાસની બે ઘટનાઓને અંજામ આપનાર લૂંટારુઓ આખરે ઝડપાઇ ગયા છે . બેક ટુ બેક લૂંટની બે ઘટનાઓને અંજામ આપી ભરૂચ જિલ્લામાંથી પલાયન થઇ જવાની પેરવી કરી રહેલા લૂંટારુઓને ભરૂચ પોલીસે ઝડપી પડી ત્રણ પૈકી બે લૂંટારૂઓની ધરપકડ કરી છે . લૂંટારુઓ પંજાબના છે જેમની પાસેથી દેશી બનાવટની એક પિસ્તોલ પણ મળી આવી છે . લૂંટારુઓ ભરૂચમાં બે ગુના આચર્યા બાદ વડોદરા જિલ્લા તરફ ગુનાઓને અંજામ આપવાના પ્લાનિંગમાં હતા પણ ભરૂચ પોલીસે તેમના કાવતરાને નિફ્ળ બનાવી દીધો હતો.
ગત તારીખ 9 મે ના રોજ મોડી રાત્રે દહેજથી આમોદ જતા રોડ ઉપર ચાંચવેલ ગામ નજીક આવેલ ભારત પેટ્રોલપંપમાં કોઇ બે અજાણ્યા બુકાનીધારી ઇસમોએ મોટરસાઇકલ ઉપર આવી પેટ્રોલપંપની ઓફીસમાં સુતેલ ડીલવરીમેનને રિવોલ્વર બતાવી પેટ્રોલપંપના લોકરમાં મુકેલા રૂપીયા 31,647 / – ની લુંટ કરી ફરાર થઇ ગયા હતા . આ ઘટનાના ગુનાને દાખલ કરનાર પોલીસના કાગળ ઉપર સહી સુકાય તે પહલે જ વધુ એક ગુનાએ પોલીસતંત્રને દોડતું કરી દીધું હતું.તા .10 / 05 / 2022 ના રોજ દયાદરા થી નબીપુર જતા રોડ ઉપર આવેલ રંગ પેટ્રોલપંપના કંપાઉન્ડમાં ત્રણ બુકાનીધારીઓએ પેટ્રોલપંપ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરીંગ લૂંટનો પ્રયાસ કર્યો હતો . કર્મચારીની ચપળતાના કારણે લૂંટારુઓ નિક્ળ ગયા હતા . આ બન્ને બનાવ સંબંધે વાગરા તથા નબીપુર પો.સ્ટેમાં લુંટ તથા આર્મ્સ એકટની સલંગ્ન કલમો હેઠળ ગુનાઓ દાખલ થયા હતા .