Rajkot-રાજકોટમાં ૧૫૦૦૦ લઈ ડિપ્લોમા કોર્ષના સર્ટિફિકેટ કાઢી આપવાના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ.
રાજકોટ શહેરમાં બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ ચાલે છે.જેથી પોલીસે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાના મવા રોડ ઉપર આવેલા માધવ કોમ્પનલેક્ષના ત્રીજા માળે એસઇઆઈટી એજ્યુકેશનના નામે આવેલી ઓફીસમાં દિલીપ ગીરધરલાલ ચૌહાણને ડમી ગ્રાહક તરીકે રજૂ કરી નકલી સર્ટિફિકેટની વાતચીત કરાવવામાં આવી હતી. ઓફીસમાં હાજર આરોપી જયંતિએ ૨૦૦૮ની સાલનું મીકેનીકલ ફીટરનું સર્ટિફિકેટ કાઢી આપવા તૈયારી બતાવી હતી અને આ માટે ૧૫ હજાર રૂપિયાની માંગણી કરી હતી. વાતચીત થયા મુજબ સહી, સિક્કા મારી આરોપી જયંતિએ પોતાને પ્રિન્સીીપાલ દર્શાવતો સ્ટેમ્પિા ઠપકારી સર્ટિફિકેટ કાઢી આપતા જ ક્રાઈમ બ્રાન્ચ ની ટુકડીએ દરોડો પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ કોઈપણ માન્યઆતા વગર ડિપ્લો મા કોર્સના ખાનગી નોકરી માટે સર્ટિફિકેટ કાઢી આપતા હોવાની આરોપ જયંતિ સુદાણીએ કબૂલાત કરી હતી.
આ પ્રકારની સંસ્થાલની જામનગર અને જૂનાગઢમાં પણ બ્રાન્ચે – ઓફીસો આવેલી છે. જો કે આ પ્રકારના સર્ટિફિકેટ રાજકોટ ઓફીસથી કાઢી આપવામાં આવતા હતા. જે મુજબ આરોપી સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનિકસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી (રજિસ્ટર બાય આઇટીઇએસ, મુંબઇ-ઇન્ડીયા)ના નામે અલગ અલગ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લઇ અભ્યાસ કરાવ્યા વગર સર્ટિફિકેટ-ડિગ્રી આપતો હતો. આરોપીએ વીતી ગયેલા વર્ષોની અલગ-અલગ કોર્સના બનાવટી સર્ટિફિકેટ તેમજ માર્કશીટ આપી આર્થિક લાભ મેળવવા ૨૦૦ લોકો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કર્યાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. દરોડા દરમિયાન ઓફીસમાંથી ક્રાઇમ બ્રાંચની ટીમે કોમ્પ્યુટર, પ્રિન્ટર, કોરા અને અલગ-અલગ નામવાળા સર્ટીફીકેટ, માર્કશીટ, રબ્બર સ્ટેમ્પ, પ્રશ્નપત્ર વગેરે મળી રૂા.૩૩ હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને ઝડપાયેલા આરોપી જયંતિ સુદાણીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ ચાલી રહી છે.
રાજકોટમાં ક્રાઈમ બ્રાંચે નકલી સર્ટીફીકેટ બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. નાના મૌવા રોડ પર પીજીવીસીએલની ઓફિસ પાસે માધવ કોમ્પલેક્ષમાં એસઇઆઈટી એજ્યુ કેશન અર્થાત સૌરાષ્ટ્ર ઈલેક્ટ્રોનીક ઓફ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી નામની ઓફિસમાં ક્રાઈમ બ્રાંચે દરોડો પાડી સરકારની માન્યતા વગર ગેરકાયદેસર રીતે આઈટીઆઈ તેમજ ડિપ્લોમાં અને ડિગ્રી કોર્સના નકલી સર્ટિફિકેટ બનાવવાનું રેકેટ પકડી પાડ્યું છે. અને આરોપી જયંતિ લાલજીભાઇ સુદાણીની ધરપકડ કરી આઈપીસી ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબ છેતરપીંડીનો ગુનો દાખલ કર્યો છે.