Gondal-મહારાણા પ્રતાપની ૪૮૨ મી જન્મજયંતિ ગોંડલ કોલેજ ચોક ખાતે ઉજવવામાં આવી.
ભારતીય ઇતિહાસમાં એક અમર અને અમર્ય ઉદાહરણ છે ‘મહારાણા પ્રતાપ’ તે એવા શુરવીર હતા, જે આજે પણ દરેક ભારતીયના દિલમાં અમર છે. રાજસ્થાનના બહાદુર પુત્ર, મહાન યોદ્ધા અને આશ્ચર્યજનક બહાદુરી અને હિંમતનું પ્રતીક મહારાણા પ્રતાપનો જન્મ ૯ મે, ૧૫૪૦ના રોજ કુંભલગઢ કિલ્લામાં (પાલી) માં થયો હતો.
મહારાણા પ્રતાપની જન્મજયંતીની ભવ્ય ઉજવણીમાં ગોંડલ તાલુકા-શહેર ના રાજકીય આગેવાનો, વડીલો, યુવાનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહિયા હતા.
શ્રી ક્ષત્રિય યુવા સંગઠન ગોંડલ,શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટ ગોંડલ
મહારાજા શ્રી ભોજરાજજી રાજપૂત વિદ્યાર્થી ગૃહ ટ્રસ્ટ ગોંડલ,શ્રી ગોંડલ તાલુકા શહેર રાજપૂત (ક્ષત્રિય) સમાજ ગોંડલ,શ્રી ગોંડલ રાજપૂત મહિલા મંડળ ટ્રસ્ટ ગોંડલ સહિત ની સંસ્થા દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.