જેતપુર અને ગોંડલમાં જુગાર રમતા ચાર મહીલા સહિત દસ શખ્સો ઝડપાયા:રોકડ,મોબાઇલ ફોન, બાઇક મળી રૂ.૧.૮૪લાખનો મુદામાલ જપ્ત કર્યો.
જેતપુર અને ગોંડલમાં બંધ બારણે ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી ચાર મહીલા સહીત ૧૦ શખ્સોને રોકડ, મોબાઇલ, બાઇક મળી રૂ.૧.૮૪ લાખના મુદામાલ સાથે પોલીસે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. દરોડાની વિગત અનુસાર જેતપુર સીટી પોલીસ મથકના હેડ કોન્સ. હિતેષભાઇ સોવલીયાને મળેલ બાતમીના આધારે જેતપુરના નવાગઢમાં રામૈયા વિસ્તારમાં રહેતા લલીત જેઠા ચાવડાના મકાનમાં બંધ બારણે ચાલતા જુગારમાં દરોડો પાડી જુગાર રમતા કાદીર ઉર્ફે સમીર વલી ચૌહાણ, (ઉ.વ.૩૫), હાજી ઇસ્માઇલ જુણેજા (ઉ.વ.૩૬), લક્ષ્મણ કરમચંદ ભુવાણી (ઉ.વ.૪૮), ગોપાલ નાનુ કોરાટ (ઉ.વ.૫૦),
હનીફ ઉર્ફે હનો ઇસા મતવા (ઉ.વ.૨૮), રવી મંગળુ શેખવા (ઉ.વ.૨૩), હુસેન ઉર્ફે સલીમ સોડાવાળો જીકર તેરવાડીયા (ઉ.વ.૪૫), હિતેષ રસીક પરમાર (ઉ.વ.૩૧), શબીર યુનુસ સુથાર (ઉ.વ.૪૦), જશુ ગીલા ઝાપડા (ઉ.વ.૫૦), નજમા ફિરોજ સમા (ઉ.વ.૪૦), રમા હાસમ મોરાણી (ઉ.વ.૬૨), લલીત જેઠા ચાવડા (ઉ.વ. ૫૦) અને સોનલ ઉર્ફે કાળી લલીત ચાવડા રહે. તમામ જેતપુરને રોકડ ૯૨૭૫૦,મોબાઇલ રૂ.૧૬ હજાર અને બાઇક રૂ.૩૦ હજાર મળી રૂ.૧.૩૮.૭૫૦નો મુદામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
બિજા દરોડાની વિગત અનુસાર ગોંડલ સીટી પોલીસ મથકના હેડ કોન્સે. જે.કે. ચૌહાણ અને કોન્સે અમરદીપસિંહ જાડેજાને મળેલ ચૌકકસ બાતમીના આધારે ગોંડલ નેશનલ હાઇવે પર ખોડલ દીપ હોટેલ પાછળ આવેલ પ્રવિણ કેશુ સટોડીયા (રહે. ગોંડલ) ની વાડીના ગોડાઉનમાં ચાલતા જુગાર ધામમાં દરોડો પાડી જુગાર રમતા પ્રવિણ કેશુ સટોડીયા (ઉ.વ.૫૩) ધીરુ પોપટ ભુવા (ઉ.વ.૬૨) પ્રવીણ ગોવિંદ પટોળીયા, શૈલેષ મનસુખ સીદીપરા (ઉ.વ.૫૦), યોગેશ હંસરાજ સાટોડીયા (ઉ.વ.૪૮) અને અરવીંદ રામજી લાખાણી (ઉ.વ.૫૯) રહે. તમામ ગોંડલ)ને રૂ.૪૬ હજારની રોકડ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.