Rajkot-નાનામૌવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. કવાટરમાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંન્ચ.
આરોપી અલ્પેશ રામાવતની શોધખોળ :વિદેશી દારૂની બોટલોનો મુદામાલ જપ્ત.
રાજકોટ શહેરના ઇન્ચાર્જ પોલીસ કમીશ્નર ખુરશીદ અહેમદ તથા નાયબ પોલીસ કમીશ્નર ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ ડી.વી. બસીયાનાઓએ રાજકોટ શહેર વિસ્તારમાં અસરકારક પેટ્રોલીંગ કરી પ્રોહી/જુગાર ના કેશો કરી પ્રોહી/જુગાર ની પ્રવૃતી નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાનાઓના સીધા માર્ગદર્શન અને સૂચના હેઠળ પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર.વરૂ તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા
દરમ્યાન જગદીશભાઇ વાંક, શકિતસિંહ ગોહિલ, તથા ઇન્દ્રજીતસિંહ ગોહિલ નાઓને મળેલ સંયુકત હકીકતના આધારે રાજકોટ નાનામૌવા સર્કલ પાસે આવેલ આર.એમ.સી. કવાટર માંથી ગે.કા, ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપી હાજર નહીં મળી આવેલ- અલ્પેશ કનકરાય રામાવત (રહે નાનામવા યોક પાસે આવેલ આર.એમ.સી. કવાટર નંબર ૨૭/૮૭૬ રાજકોટ ) કબ્જે કરેલ મુદામાલ મેકડોવેલ્સ નંબર-૧, ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ – ૩૬ કી.રૂ.૧૮,૦૦૦
આ કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી પોલીસ ઇન્સ્પેકટર વાય.બી.જાડેજા તથા જે. વી.ધોળા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર એ.આર. વરૂ તથા પોલીસ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા જગદીશભાઇ વાંક તથા શકિતસિંહ ગોહીલ નાઓ દ્વારા કામગીરી કરવામાં આવેલ છે